મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાની હોટલમાં જુગારની રેડ બાદ થયેલ તોડના ગુનામાં પકડાયેલ પીઆઇ પાસેથી કરાઈ 10 લાખની રિકવરી: dysp


SHARE











મોરબી જીલ્લાની હોટલમાં જુગારની રેડ બાદ થયેલ તોડના ગુનામાં પકડાયેલ પીઆઇ પાસેથી કરાઈ 10 લાખની રિકવરી: dysp

ટંકારા તાલુકામાં આવેલ કમ્ફર્ટ હોટલમાં જુગારની રેડ કરી હતી અને ત્યાર બાદ પોલીસ અધિકારી અને હેડ કોન્સટેબલ દ્વારા 51 લાખનો તોડ કર્યો હતો જે ગુનામાં તત્કાલીક્ન પીઆઇની ધરપકડ કરીને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આજે આરોપી પીઆઇને મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે આરોપી પીઆઇને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. અને તોડકાંડમાં પકડાયેલા પીઆઇ પાસેથી તપાસની અધિકારી દ્વારા રિમાન્ડ દરમિયાન 10 લાખની રિકવરી કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલી રહી છે

ટંકારા તાલુકાના લજાઈ અને વીરપરની વચ્ચે આવેલ કમ્ફર્ટ હોટલમાં જુગારની રેડ કરવામાં આવી હતી અને સાત શખ્સોને રૂમમાંથી પકડવામાં આવ્યા હતા અને બે ડ્રાઈવર સહિત કુલ નવ આરોપીને પકડ્યા હતા અને રોકડ, બે કાર સહિત કુલ મળીને 63.15 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો જો કે, ફરિયાદમાં આરોપીના ખોટા નામ લખવાના, આરોપીઓના નામ અને ફોટો પ્રેસમાં નહીં આપવાના વિગેરે તોડ કરવામાં આવેલ હતો જેથી આ અંગેની ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી.

ત્યાર બાદ તોડકાંડની તપાસ એસએમસીને સોંપવામાં આવી હતી અને એસએમસીના અધિકારીએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઇ વાય.કે.ગોહિલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકી સામે 51 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તે ગુનામાં પહેલા આરોપી હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકીની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને થોડા દિવસો પહેલા આરોપી પીઆઇ વાય.કે.ગોહિલને પકડીને એસએમસીના અધિકારીએ તપાસનીસ અધિકારીને સોંપી દીધેલ હતા

ત્યાર બાદ તપાસનીસ અધિકારી ડીવાયએસપી વી.વી. રબારી દ્વારા આરોપી પીઆઇને મોરબીની કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને બાદમાં ફરધર રિમાન્ડ મેળવ્યા હતા જે સોમવારે સાંજે પૂરા થતાં આજે મોરબીની કોર્ટમાં ફરી આરોપી પીઆઇને રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપી પીઆઇ વાય.કે.ગોહિલને મોરબીની જેલ હવાલે કરવાનો હુકમ કરેલ છે. જોકે આ બાબતે તપાસનીસ ડીવાયએસપી વી.વી. રબારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે રિમાન્ડ દરમિયાન આરોપી પીઆઇ પાસેથી દસ લાખ રૂપિયાની રિકવરી કરવામાં આવેલ છે તેમજ જરૂરી સાહિત્ય પણ કબજે કરવામાં આવ્યું છે અને આગળની તપાસ ચાલી રહી છે






Latest News