મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નિ:શુલ્ક દંતયજ્ઞ અને બત્રીસી કેમ્પ યોજાયો : 125થી વધુ દર્દીઓએ લાભ લીધેલ


SHARE







મોરબીમાં નિ:શુલ્ક દંતયજ્ઞ અને બત્રીસી કેમ્પ યોજાયો : 125થી વધુ દર્દીઓએ લાભ લીધેલ

પરમ શ્રદ્ધેય પુજય શ્રી ધીર ગુરૂદેવની પ્રેરણાથી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ અને ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા ગઈકાલ તા.08 ને રવીવારના રોજ નિ:શુલ્ક દંતયજ્ઞ અને બત્રીસીના કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં આશરે 90 જેટલા દર્દીઓ દાંતની ટ્રીટમેન્ટ કરાવવા માટે આવ્યા હતા, જેમાં 35 દર્દીઓએ ફી બત્રીસી (ચોકઠા)નો લાભ લીધેલ. આ કેમ્પમાં ડો. જયસુખભાઈ મકવાણા તથા જાગૃતિબેન ચૌહાણ તથા મોનીકાબેન ભટ્ટ વિગેરેએ સુંદર સેવા બજાવેલ.

આ કેમ્પનું ઉદઘાટન આ કેમ્પના દાતા માલીનીબેન સંઘવીના મોટા બહેન નિર્મળાબેન મહેતાએ દીપ પ્રગટાવીને કર્યું હતું. સ્થાનકવાસી જૈન સંઘ, સોનીબજાર, મોરબીના ટ્રસ્ટીઓ નવીનભાઈ દોશી, અશોકભાઈ મહેતા, ઉર્મિલાબેન મહેતા, યોગેશભાઈ મહેતા, કેતનભાઈ મહેતા તથા નિતીનભાઈ દોશી તથા અશોકભાઈ મહેતા તથા ચેતના દોશી વિગેરેએ કેમ્પને સફળ બનાવવા માટે ઘણી જહેમત ઉઠાવી હતી.






Latest News