મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આર્મી, એરફોર્સ સહિત ફોર્સમાં જોડાવવા માંગતા યુવા પુરૂષ ઉમેદવારો માટે નિવાસી તાલીમવર્ગ યોજાશે


SHARE











મોરબી જિલ્લામાં આર્મી, એરફોર્સ સહિત ફોર્સમાં જોડાવવા માંગતા યુવા પુરૂષ ઉમેદવારો માટે નિવાસી તાલીમવર્ગ યોજાશે

ભરતીપૂર્વે શારીરિક ક્ષમતા માટેના ૩૦ દિવસીય તાલીમવર્ગમાં ઈચ્છુક ઉમેદવારોએ ૨૧ જૂન સુધીમાં જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવો

 

મોરબી જિલ્લાના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરી દળો, પેરા મીલીટરી ફોર્સીસ તથા પોલીસ ફોર્સ વગેરેમાં વધુમાં વધુ પ્રમાણમાં ઉમેદવારો જોડાય તે હેતુથી આવા ઉમેદવારોને ભરતીપૂર્વે શારીરિક ક્ષમતા માટેની નિવાસી તાલીમ (રહેવા જમવાની સગવડની સાથે) દિવસ-૩૦ માટેના ફક્ત પુરૂષ ઉમેદવારો માટે તાલીમવર્ગનું આયોજન ફક્ત મોરબી જિલ્લાના ઉમેદવારો માટે આ કચેરી દ્વારા કરવામાં આવનાર છે.

આ તાલીમવર્ગમાં જોડાવવા માટેની લાયકાતની વાત કરીએ તો, ઉંમર-૧૭ ૧/૨ થી ૨૧ વર્ષ, અભ્યાસ-ધો.૧૦ પાસ કે તેથી વધું, ધો.૧૦માં ઓછામાં ઓછા ૫૦ ટકા ફરજીયાત અને દરેક વિષયમાં ૩૩ ટકા માર્કસ ફરજીયાત, ધો.૧૨ પાસ, ઉંચાઇ ૧૬૮ સે.મી. કે તેથી વધુ, વજન-૫૦ કિ.ગ્રા. કે તેથી વધુ, છાતી ૭૭ સે.સી.(ફુલાવ્યા વગર) અને ૮૨ સે.મી.(ફુલાવીને) તેમજ તબીબી રીતે ફીટ હોવું જરૂરી છે.

જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના તમામ પ્રમાણપત્રો સાથે તા.૨૧-૬-૨૫ સુધીમાં (રજા સિવાયના દિવસો દરમિયાન) ૧૦:૩૦ થી ૬ સુધીમાં જિલ્લા રોજગાર કચેરીનો સ્વખર્ચે સંપર્ક કરવાનો રહેશે. આ અગાઉ આ કચેરી દ્વારા આયોજીત નિવાસી તાલીમમાં ભાગ લીધેલ હોય તે ઉમેદવાર પ્રવેશપાત્ર રહેશે નહી. વધુ માહિતી માટે અત્રેની કચેરીના હેલ્પલાઈન નંબર (૦૨૮૨૨) ૨૪૦૪૧૯ ઉપર સંપર્ક કરવા મોરબી જિલ્લા રોજગાર અધિકારીએ યાદીમાં જણાવેલ છે.






Latest News