મોરબીના કેરાળી ગામે યુવાનને તેના જ ખેતરમાં આવીને બે શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી
મોરબીમાં યોજાયેલ નવા દૃષ્ટિકોણ વાળી શિબિરની રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ કરી ભારોભાર પ્રશંસા
SHARE
મોરબીમાં યોજાયેલ નવા દૃષ્ટિકોણ વાળી શિબિરની રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ કરી ભારોભાર પ્રશંસા
આહાર, વ્યાયામ અને ધ્યાનનો ત્રિવેણી સંગમ: શિબિરમાં પરમ આલયજીએ આપ્યું નગરજનોને માર્ગદર્શન, હજારો લોકોએ લીધો શિબિરનો લાભ
વર્તમાન સ્મયમાં લોકો કામનું ભારણ અને જવાબદારીઓ વચ્ચે ઘેરાયેલા છે ત્યારે પોતાના સ્વાસ્થ્ય અને મનની શાંતિ માટે પૂરતો સમય આપતા નથી ત્યારે લોકોની જીવનશૈલીમાં સુધારો આવે તેના માટે મોરબીમાં સન ટુ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા પ્રથમ વખત ‘નવા દૃષ્ટિકોણ વાળી શિબિર’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા પણ જોડાયા હતા અને શિબિરમાં લોકોને પોતાના શરીરને તંદુરસ્ત રાખવા માટે તેમજ મનને મસ્ત રાખવા માટે જે માહિતી અને માર્ગદર્શન આપવા માટે છે તેના માટે સમગ્ર આયોજક ટીમની ભારોભાર પ્રશંસા કરી હતી.
મોરબીના નાગરિકોને જીવન પ્રત્યે નવો દૃષ્ટિકોણ આપવા તથા સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી તરફ પ્રેરિત કરવાના હેતુ સાથે પરેશભાઈ પટેલ, પ્રમોદભાઈ વરમોરા, રાજુભાઈ ધમાસણા સહિત ટિમ દ્વારા સન ટુ હ્યુમન ફાઉન્ડેશન સાથે રાખીને 6 દિવાસીય ‘નવા દૃષ્ટિકોણ વાળી શિબિર’નું આયોજન કરવામાં આવ્યું છે. અને આ શિબિર લીલાપર કેનાલ રોડ પર શ્યામ ગ્લાસની બાજુમાં આવેલી ધ એસ્પાયર સાઇટની પાછળ સાર્જનમ ગ્રાઉન્ડ ખાતે તા. 21 થી 26 નવેમ્બર સુધી ચાલવાની છે જેનો સવારે 6:30થી 8:30 વાગ્યા સુધીનો સમય રાખવામા આવેલ છે જેથી કરીને મોરબીના ઉદ્યોગકારોથી લઈને આમ નાગરિક સુધીના હજારો લોકો શિબિરનો લાભ લઈ રહ્યા છે.
ખાસ કરીને રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ પણ શિબિરમાં ભાગ લીધો હતો અને ત્યાર બાદ શિબિરમાં આવીને તેઓએ અનુભવ કરેલ અહેસાસની વાત કરતાં કહ્યું હતું કે, આ શિબિરમાં કોઈ પ્રવચન આપવામાં આવતું નથી પરંતુ પ્રેક્ટિકલ કરીને શરીર માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે જે લોકો પોતાની રોજીદી જિંદગીમાં અમલમાં મૂકે તો તેઓને ઘણો ફાયદો થઈ શકે છે. આ શિબિરમાં માત્ર સાંભળવાને બદલે આવેલા તમામ લોકો જે પ્રત્યક્ષ અનુભવ કરે છે તેમજ પ્રયોગ કરે છે તેનાથી તેઓના જીવનમાં સારા પરિવર્તન આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. અને લોકોના શરીરને તંદુરસ્ત અને મનને મસ્ત રાખવા માટે જે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તેના માટે આયોજકોની ટીમની રાજ્ય મંત્રીએ ભારોભાર પ્રશંસા કરી હતી.
આ સંસ્થાના મુખ્ય સંચાલક પરમ આલયજી હાલમાં મોરબીમાં છે અને તેઓ દ્વારા લોકોને શરીર, મન અને વિચારમાં ધરમૂળથી કઈ રીતે પરીવર્તન લાવીને પોતાનું જીવન સાર્થક કરી શકાય તેના માટેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે આજે સાંજે 6:30થી 8:00 સુધી તેઓ શિબિરમાં આવશે અને સમ્યક આહાર, સમ્યક વ્યાયામ અને સમ્યક ધ્યાનનું શું મહત્વ છે તેના વિષેની માહિતી આપવાના છે તેમજ આવતી કાલે સવારે આ શિબિરનું છેલ્લું સેશન રહેશે. તેવી આયોજકો પાસેથી જાણવા મળેલ છે. અને મોરબીના આંગણે યોજાયેલ આ શિબિરમાં જે માહિતી અને માર્ગદર્શન મોરબીના લોકોને આપવામાં આવ્યું છે તેને રોજિંદા જીવન ઉતારવામાં આવશે તો જીવન વધુ સુવ્યવસ્થિત તથા સકારાત્મક બની જશે.