મારા ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર કોન્ટ્રાક્ટ અને મારો નાર્કોટેસ્ટ હું મારા ખર્ચે કરાવવા માટે તૈયાર છું: મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે મોરબીમાં ભાજપ માટે પાયાના પથ્થર સમાન કોટક પરિવારની મુલાકત લેતા રાજ્યસભાના સાંસદ મોરબીના લીલપર-વિરપર માર્ગને ઓ.આર.પટેલ માર્ગ નામ આપીને પ્રતિમા મુકવાના નિર્ણયને અજંતા તેમજ ભાલોડીયા પરિવારે વધાવ્યો મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાની રજૂઆતોને ધ્યાને લઈને લીલાપર રોડના ખાડા બૂરાયા મોરબીમાં યોજાયેલ નવા દૃષ્ટિકોણ વાળી શિબિરની રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ કરી ભારોભાર પ્રશંસા મોરબીના કેરાળી ગામે યુવાનને તેના જ ખેતરમાં આવીને બે શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં રહેતા યુવાનને સ્કૂલ બસ આપવાના બહાને અમદાવાદના શખ્સે કરી 4 લાખની છેતરપિંડી મોરબીના આમરણ ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને બે વ્યક્તિ ઉપર છ શખ્સોએ લાકડી વડે કર્યો હુમલો
Breaking news
Morbi Today

મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાની રજૂઆતોને ધ્યાને લઈને લીલાપર રોડના ખાડા બૂરાયા


SHARE







































મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાની રજૂઆતોને ધ્યાને લઈને લીલાપર રોડના ખાડા બૂરાયા

મોરબીના વોર્ડ નં. 13 માં આવેલા લીલાપર રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી મોટા ખાડા પડી ગયા હતા જેથી કરીને લોકો અને વાહન ચાલકોને હાલાકી પડતી હતી. તેમજ વાહન અકસ્માતનો ભય રહેતો હતો જેથી કરીને ખાડા બુરવા માટે મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાએ રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને લીલાપર રોડના ખાડા બૂરાયા છે જેથી કરીને લોકોને ખાડાની પીડામાંથી મુક્તિ મળી છે.

લીલાપર રોડ ઉપર રહેતા અને ત્યાંથી વાહન લઈને નીકળતા વાહન ચાલકોની તકલીફને પોતાની તકલીફ સમજીને વોર્ડ નંબર 13 ના જાગૃત કોર્પોરેટર ભાવિકકુમાર ભરતભાઈ જારીયાએ સતત કોર્પોરેશનમાં યોગ્ય રજૂઆત કરી હતી. અને ફક્ત રજૂઆત કરીને બેસી ન રહેતા, કામ થાય ત્યાં સુધી સતત પાછળ રહ્યા હતા અને સ્થળ પર કામ ચાલી રહ્યું હતું ત્યારે ત્યાં જઈને કામનું નિરીક્ષણ કર્યું હતું અને આખરે લોકોને ખાડાની પીડામાંથી મુક્તિ મળેલ છે. અને લીલાપર રોડનું સમારકામ થઈ જવાથી રસ્તો સમથળ બની ગયો છે. અને રસ્તો ચાલવા યોગ્ય સારો બની જવાથી લોકોમાં ખુશીની લાગણી છે અને સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, "અમારા કોર્પોરેટરે બોલ્યા એ કરી બતાવ્યું છે. લોકસેવક હોય તો આવા જ હોય. અમે રજૂઆત કરી અને કામ થઈ ગયું, આનાથી મોટી ખુશી બીજી કઈ હોય." અને અંતમાં કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાએ કહ્યું હતું કે, "મારા માટે વોર્ડના લોકોનું કામ એ જ મારી સાચી ફરજ છે. લોકોને તકલીફ પડે એ મને ચાલે નહીં. લીલાપર રોડનું કામ થઈ ગયું એનો આનંદ છે, હજુ વોર્ડના બાકીના કામો પણ આ જ રીતે ઝડપથી પૂરા કરીશું."














Latest News