મારા ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર કોન્ટ્રાક્ટ અને મારો નાર્કોટેસ્ટ હું મારા ખર્ચે કરાવવા માટે તૈયાર છું: મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે મોરબીમાં ભાજપ માટે પાયાના પથ્થર સમાન કોટક પરિવારની મુલાકત લેતા રાજ્યસભાના સાંસદ મોરબીના લીલપર-વિરપર માર્ગને ઓ.આર.પટેલ માર્ગ નામ આપીને પ્રતિમા મુકવાના નિર્ણયને અજંતા તેમજ ભાલોડીયા પરિવારે વધાવ્યો મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાની રજૂઆતોને ધ્યાને લઈને લીલાપર રોડના ખાડા બૂરાયા મોરબીમાં યોજાયેલ નવા દૃષ્ટિકોણ વાળી શિબિરની રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ કરી ભારોભાર પ્રશંસા મોરબીના કેરાળી ગામે યુવાનને તેના જ ખેતરમાં આવીને બે શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં રહેતા યુવાનને સ્કૂલ બસ આપવાના બહાને અમદાવાદના શખ્સે કરી 4 લાખની છેતરપિંડી મોરબીના આમરણ ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને બે વ્યક્તિ ઉપર છ શખ્સોએ લાકડી વડે કર્યો હુમલો
Breaking news
Morbi Today

મોરબીના લીલપર-વિરપર માર્ગને ઓ.આર.પટેલ માર્ગ નામ આપીને પ્રતિમા મુકવાના નિર્ણયને અજંતા તેમજ ભાલોડીયા પરિવારે વધાવ્યો


SHARE







































મોરબીના લીલપર-વિરપર માર્ગને ઓ.આર.પટેલ માર્ગ નામ આપીને પ્રતિમા મુકવાના નિર્ણયને અજંતા તેમજ ભાલોડીયા પરિવારે વધાવ્યો

પાટીદાર સમાજના ભામાશા, મહાન ઉદ્યોગપતિ, શિક્ષણવિદ્, સ્ત્રી સશક્તિકરણના હિમાયતી, વિશ્વવિખ્યાત અજંતા બ્રાન્ડના સ્થાપક, જળસંચય અને વોટરશેડ યોજનાના પ્રખર પ્રણેતા એવા સમાજના ભીષ્મપિતામહ સ્વ. ઓધવજીભાઈ રવજીભાઈ ભાલોડિયા (સ્વ.ઓ.આર.પટેલ)ના સેવાકાર્યોની કદરરૂપે મોરબી જિલ્લા પંચાયત દ્વારા વિરપરથી લીલાપર નવનિર્મિત રોડને સ્વ. ઓ.આર.પટેલ માર્ગ" તરીકે નામાંકિત કરવામાં આવેલ છે. તથા આ માર્ગ પર તેમની પ્રતિમા મુકવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.


​આ ગૌરવપૂર્ણ નિર્ણય બદલ તથા માર્ગ પર પ્રતિમા મુકવા અને "સ્વ. ઓ.આર. પટેલ માર્ગ" નામ આપવા માટે સહકાર અને સમર્થન આપવા બદલ જયસુખભાઈ પટેલના પરિવાર, સમગ્ર અજંતા પરિવાર તેમજ સમગ્ર ભાલોડીયા પરિવારે સાંસદ વિનોદભાઈ ચાવડા, પરષોત્તમભાઈ રૂપાલા અને કેસરીદેવસિંહજી ઝાલા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરા પૂર્વ મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યઓ તેમજ નિવૃત્ત કલેક્ટર બાબુલાલ ઘોડાસરાનો આ પ્રતિમા મુકવા અને માર્ગના નામાંકરણ બદલ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવે છે.  સાથે જ કલેકટર, જિલ્લા પંચાયતના પ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, જિલ્લા પંચાયતના તમામ સદસ્યઓ, ડીડીઓ અને સમગ્ર વહીવટી તંત્ર, ઉમા સંસ્કાર ધામના પ્રમુખ અને સમસ્ત ટ્રસ્ટીગણનો, વિરપર અને લીલાપર ગ્રામ પંચાયતના સરપંચઓ, આગેવાનો અને ગ્રામજનોનો, સમસ્ત પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક જયસુખભાઈ પટેલના પરિવાર અને અજંતા પરિવાર તેમજ ભાલોડીયા પરિવારે આભાર વ્યક્ત કર્યો છે.














Latest News