મોરબી: દવા પી ગયેલા નાળીયેરી ગામના યુવાનનું સારવાર દરમ્યાન મોત
મોરબી અને વાંકાનેરમાં જુગાર રમતા 9 શખ્સ પકડાયા
SHARE
મોરબી અને વાંકાનેરમાં જુગાર રમતા 9 શખ્સ પકડાયા
મોરબીના ભડીયાદ રોડ પર જંગલેશ્વર મંદિર નજીક જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર જુગાર રમતા 6 શખ્સ મળી આવ્યા હતા જેની પાસેથી પોલીસે 12,800 ની રોકડ કબ્જે કરી હતી જ્યારે વાંકાનેરના રાતીદેવરી ગામની આહો નદીના પટમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યાં સ્થળ ઉપરથી ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 4180 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી
મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના ભડીયાદ રોડ ઉપર જંગલેશ્વર મહાદેવ મંદિર પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ત્રિલોકસીંગ દર્શનસીંગ સેંગર (42) રહે. યમુનાનગર નવલખી રોડ મોરબી, રુષતમસિંગ મહેશપ્રતાપસિંગ સેંગર (32) રહે. યમુનાનગર નવલખી રોડ મોરબી, દિલીપભાઈ બચ્ચનભાઈ પાંડે (27) રહે. યમુનાનગર નવલખી રોડ મોરબી, બીટુસીંગ નાથુરામ ચૌહાણ (25) રહે. યમુનાનગર નવલખી રોડ મોરબી, સતીશસિંગ સુરેન્દ્રસિંગ ભદોરીયા (37) રહે. મારુતિ પાર્ક વાવડી રોડ મોરબી અને પ્રહલાદસિંહ જનકસિંહ બધેર (32) રહે. લાયન્સનગર નવલખી રોડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 12,800 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જયારે વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાતીદેવરી ગામની સીમમાં આહો નદીના પટમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અલાઉદ્દીનભાઈ વલીભાઈ માણસિયા (64), ઉસ્માનભાઈ અહમદભાઈ કડીવાર (55) અને સતિષભાઈ શામજીભાઈ પ્રબતાણી (46) રહે બધા રાતીદેવરી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 4180 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે