મોરબી જિલ્લામાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશના દિવસો જાહેર
SHARE
મોરબી જિલ્લામાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશના દિવસો જાહેર
તા. ૨૯ નવેમ્બર, ૦૬ ડિસેમ્બર અને ૧૩ ડિસેમ્બરના રવિવારે મતદાન મથકો પર BLO ઉપસ્થિત રહેશે; ૧૮-૧૯ વર્ષના યુવા અને પ્રથમ વખતના મતદારોને નોંધણી કરાવવા અનુરોધ
ભારતના ચૂંટણી પંચ અને સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ–૨૦૨૭ અંતર્ગત મોરબી જિલ્લામાં ખાસ ઝુંબેશના દિવસો જાહેર કરવામાં આવ્યા છે. એક પણ પાત્ર નાગરિક મતદાર નોંધણીથી વંચિત ન રહે અને ખાસ કરીને યુવાનો તથા પ્રથમ વખતના મતદારોને મતદારયાદીમાં આવરી લેવાના ઉદ્દેશ સાથે તા. ૨૯/૧૧/૨૦૨૬, તા.૬/૧૨/૨૬ અને તા.૧૩/૧૨/૨૬ એમ ત્રણેયના રોજ વિશેષ ઝુંબેશ હાથ ધરાશે.
આ ખાસ ઝુંબેશના દિવસોએ બુથ લેવલ અધિકારીઓ - BLO સવારે ૧૦ કલાકથી સાંજે ૫ કલાક સુધી સંબંધિત મતદાન મથકો ખાતે હાજર રહીને મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦ મુજબ ફોર્મ નં. ૬, ૭ અને ૮ તેમજ હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે. જિલ્લાના નોંધણીથી બાકી રહી ગયેલા નાગરિકો, ખાસ કરીને ૧૮-૧૯ વર્ષના યુવા મતદારો તેમજ તા.૧-૧૦-૨૬ પહેલાં પાત્ર થયેલા બિન-નોંધાયેલ નાગરિકો, તા.૧-૧-૨૭ ના રોજ પાત્ર થતા સંભવિત મતદારો અને વર્ષ ૨૦૨૭ ની આગામી પાત્રતા તારીખો (૧ લી એપ્રિલ, ૧ લી જુલાઈ, ૧ લી ઓક્ટોબર, ૨૦૨૭) મુજબ પાત્રતા ધરાવતા સંભવિત મતદારો જરૂરી પુરાવા સાથે નજીકના મતદાન મથકે જઈ અરજી કરી શકશે.નાગરિકોએ આ ઝુંબેશ દરમિયાન SIR દરમિયાનનું ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે નહીં, તેમજ મતદારયાદીમાં નામ સમાવિષ્ટ હોય તો BLO પાસે ચકાસણી કરાવી લેવા જણાવાયું છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ–૧૯૫૦, મતદાર નોંધણી નિયમો–૧૯૬૦ અને ભારતના બંધારણની કલમ ૩૨૬ ની જોગવાઈઓ અનુસાર હાથ ધરાનાર આ કામગીરીમાં મોરબી જિલ્લાના તમામ પાત્ર નાગરિકોને સહભાગી થવા જાહેર અપીલ કરવામાં આવી છે.