મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના યુવાન સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડના ફ્રોડના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપી જેલ હવાલે: મુખ્ય ભેજાબાજોની શોધખોળ


SHARE











મોરબીના યુવાન સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડના ફ્રોડના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપી જેલ હવાલે: મુખ્ય ભેજાબાજોની શોધખોળ

વર્તમાન સમયમાં જુદીજુદી રીતે લોકોની સાથે ફ્રોડ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીમાં રહેતા વેપારી યુવાનને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરીને કમાણી કરવાની લાલચ આપવામાં આવી હતી અને ત્યાર બાદ તેની પાસેથી ઓનલાઇન રૂપિયા જુદી જુદી બેંકના એકાઉન્ટમાં મેળવ્યા હતા અને યુવાને 1.51 કરોડનું રોકાણ કર્યું હતું જે રકમ પછી આપી ન હતી અને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવેલ હતો જેથી વેપારી યુવાને ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં ત્રણ આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લીધા હતા. અને આરોપીઓએ કમિશન માટે કામ કરતાં હોવાનું સામે આવ્યું છે.

મોરબીમાં વેપારી, ઉદ્યોગકારો વિગેરેની સાથે યેનકેન પ્રકારે ઓનલાઈન ફ્રોડ કરવામાં આવેલ છે આવી જ રીતે અજાણ્યા શખ્સો દ્વારા કાવતરું કરીને યુવાનનો વ્હોટ્સએપ દ્વારા સંપર્ક કરવામાં આવેલ હતો અને ઓનલાઇન યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી રૂપિયા કમાવવા માટેની લાલચ આપી હતી. જેથી યુવાને જુદાજુદા બેન્ક એકાઉન્ટમાં 1,51,02,500 રૂપિયા યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ માટે ટ્રાન્સફર કરી હતી. ત્યાર બાદ તે રૂપિયા પાછા આપવામાં આવેલ ન હતા જેથી કરીને નૈમિષભાઈ કનૈયાલાલ પંડિત (39) નામના વેપારીએ વોટ્સએપ નંબર 9157782692 તથા 85265477801 ના ધારકો તેમજ જુદી જુદી બેંકના સાત એકાઉન્ટના ધારકોની સામે મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી.

મોરબીમાં વધુ રૂપિયા ઝડપથી કમાઈ લેવા માટે થઈને યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના નામે ફ્રોડ કરનારા આરોપીને પકડવા માટે મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.કે. દરબાર અને તેની ટીમ જુદીજુદી દિશામાં તપાસ કરી રહી હતી તેવામાં આ ગુનામાં પોલીસે આરોપી રાકેશભાઈ સોલંકી, રાકેશભાઈ રાઠવા અને અરવિંદભાઇ પરમાર નામના ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ ઉપર લીધા હતા જેમાં આ ગુનાના મૂળ સુધી જવા માટેની મહત્વ પુર્ણા માહિતી પોલીસને મળી હોવાનું ડીવાયએસપી વી.બી. દલવાડીએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું.

વધુમાં ડીવાયએસપીએ પત્રકારોને જણાવ્યુ હતું કે, જે જુદાજુદા બેન્ક એકાઉન્ટમાં વેપારી યુવાને રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તેમાંથી એક બેન્ક એકાઉન્ટ રાકેશભાઈ સોલંકીનું છે અને બેન્ક એકાઉન્ટ ખોલાવી આપીને તે ઓપરેટ કરવા માટે અન્ય આરોપીને આપી દેવામાં માટે તેને એક લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને રાકેશભાઈ રાઠવા જે લોનના રિકવરી એજન્ટ તરીકે કામ કરતો હતો તેને અરવિંદભાઇ પરમાર સાથે મળીને રાકેશભાઈ સોલંકી પાસે બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું હતું અને આ બંને શખ્સ દ્વારા જે બેન્ક એકાઉન્ટ ખોલાવી દેવામાં આવેલ હોય તેમાં ફ્રોડ થકી જે રકમ આવે તેના બે ટકા રકમ તેઓને આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જો કે, આ ગુનામાં હજુ મુખ્ય આરોપીને પકડવાના બાકી છે.






Latest News