મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં સાથે કામ કરતા શખ્સ દ્વારા સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવતા ફરિયાદ નોંધાઇ, પોલીસ તપાસ શરૂ


SHARE











મોરબીમાં સાથે કામ કરતા શખ્સ દ્વારા સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવતા ફરિયાદ નોંધાઇ, પોલીસ તપાસ શરૂ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા લખધીરપુર રોડ ઉપર સિરામિક યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના પરિવારની ૧૪ વર્ષની સગીરાની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને સગીરાએ તે વાત ઘરે કરતા તેની માતા દ્વારા હાલ એક શખ્સની સામે ફરિયાદ નોંધવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને તે દિશામાં આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલા એક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા પરિવારની ૧૪ વર્ષની સગીરા સાથે લેબર કવાટરમાં સાથે જ રહેતા અને ત્યાં કારખાનામાં મજૂરી કામ કરતા હિરેન્દ્રસિંગ સોવરાનસિંગ હાલ રહે. મોરબી નામના શખ્સ દ્વારા બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.જે બાબતની વાત સગીરાએ પરિવારજનને કરતા તેણીની માતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હિરેન્દ્રસિંગ નામના ઈસમ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.હાલ પોલીસ દ્વારા હિરેન્દ્રસિંગ નામના શખ્સની સામે દુષ્કર્મ-પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તે દિશામાં આગળની તપાસ તાલુકા પોલીસ મથકના પીઆઇ એસ.કે.ચારેલ ચલાવી રહ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વધુ બે પકડાયા

મોરબીના લાલપર ગામે રહેતા પરિવારની યુવતીનું લગ્ન બાબતે છરીની અણીએ અપહરણ કરી જવામાં આવ્યું હતું.બળજબરીપૂર્વક અપહરણ કરીને યુવતીની સીથે દુષ્કૃત્ય આચરવામાં આવ્યુ હતુ.જેથી ભોગ બનેલ પરિવાર દ્વારા ડીવીયએસપી કચેરી તેમજ તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ કરવામાં આવી હતી.જેથી તાલુકા પોલીસ મથકના પીઆઈ એસ.કે.ચારેલની સૂચનાથી ગુનો નોંધવામાં આવ્યો હતો.જેમાં હસમુખ ઉર્ફે હર્ષદ મુકેશભાઇ ધોળકિયા, બીંદુબેન મુકેશભાઇ ધોળકિયા, રતન વીરજીભાઈ ધોળકિયા અને હરજીવન સુરેશભાઈ ધોળકિયા રહે.તમામ શનાળા તા.જી.મોરબી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.જેમાં ગણતરીના દિવસોમાં તપાસ અધિકારી પીએસઆઇ બી.એમ.બગડા તથા સ્ટાફ દ્વારા મુખ્ય આરોપી હસમુખ ઉર્ફે હર્ષદ મુકેશભાઈ ધોળકિયા (ઉમર ૧૯) રહે.શનાળાની અને બાદમાં રતન વીરજીભાઈ ધોળકિયા (૬૦) અને હરજીવન સુરેશભાઈ ધોળકિયા (૨૯) રહે.શનાળાની પણ ધરપકડ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ઘુંટુ પાસે આવેલા હરિઓમ પાર્ક વિસ્તારમાં રહેતા પરિવારના અક્ષર અંકિતભાઈ ધોળું પટેલ (ઉંમર ૧૦) અને તરૂણાબેન અંકિતભાઈ ધોળું (ઉમર ૩૪) ને વાહન અકસ્માતમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.પોલીસના જણાવ્યા પ્રમાણે માળિયાથી આગળ સૂરજબારીના પુલ પાસે અજાણ્યા બોલેરો ચાલકે તેઓની કારને ટકકર મારતા અકસ્માત બનાવ બનેલ જેમાં ઈજા થતા બંનેને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મીરા પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા મહેશભાઈ ગોવિંદભાઈ ચાવડા (૪૫) અને ભાવનાબેન મહેશભાઈ ચાવડા (૪૦) ને મારામારીના બનાવમાં ઇજાઓ થતા બંનેને અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા






Latest News