મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં 19,661 બોટલ ડુપ્લિકેટ દારૂ ઘુસાડવાના ગુનામાં પકડાયેલા બે આરોપી જેલ હવાલે


SHARE







મોરબી જીલ્લામાં 19,661 બોટલ ડુપ્લિકેટ દારૂ ઘુસાડવાના ગુનામાં પકડાયેલા બે આરોપી જેલ હવાલે

મોરબી જીલ્લામાં ગત જાન્યુઆરી માહિનામાં એસએમસીએ જુદીજુદી બે જગ્યાએ ગોડાઉન રેડ કરી હતી અને દારૂની કુલ મળીને 19,661 બોટલો સહિત 1.22 કરોડથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો જે બંને ગુનામાં એલસીબીની ટીમે એક એક આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ ઉપર લીધા હતા અને તેના રિમાન્ડ પૂરા થતાં તે બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને તેઓની પૂછપરછ અને તપાસમાં એવી ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે, એસએમસીની બંને રેડમાં પકડાયેલ દારૂની બોટલોમાં ડુપ્લીકેટ દારૂનો જથ્થો હતો. તેવી માહિતી ડીવાયએસપીએ પત્રકાર પરિષદમાં આપી હતી.

એસએમસીની ટીમે તા. 23/1/25 ના રોજ ટંકારા તાલુકા લજાઇ નજીક બંધ ગોડાઉનમાં રેડ કરીને દારૂની અલગ-અલગ બ્રાંડની 2147 બોટલો સહિત 11,81,414 નો મુદામાલ કબ્જે કર્યો હતો આવી જ રીતે તા 26/1/25 ના રોજ મોરબીના શનાળાથી રાજપર ગામ જવાના રોડે આવેલ આવેલ આનંદ પાર્ટી પ્લોટની પાછળના ભાગે ભુમી નામના ગોડાઉનમાં દારૂની રેડ કરી હતી અને ત્યાંથી એસએમસીની ટીમે દારૂની 17514 બોટલો કબજે કરીને અન્ય મુદામાલ સહિત 1,11,94,212 નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ બંને ગુનાની તપાસ મોરબી એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ કરવામાં આવી રહી હતી.

આ ગુનામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર, કબ્જે કરેલ વાહનના માલીકો તથા ચાલક, ઇંગ્લીશ દારૂની ડીસ્લરી વાઇઝ તપાસ, મળી આવેલ બિલ્ટી તથા ગોડાઉન ભાડેથી રાખનાર કમલેશ હનુમાનરામને પકડી પાડવા જુદીજુદી ટીમો કામ કરી રહી હતી અને મોરબી પોલીસને તપાસ માટે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક તથા રાજસ્થાન સુધી મોકલવામાં આવી હતી. જેની તપાસમાં એવી માહિતી સામે આવેલ છે કે, આ બંને ગુનાના કામે ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ છે તે તમામ દારૂ ડુપ્લીકેટ છે અને કબ્જે કરેલ બિલ્ટી ખોટી છે. આટલું જ નહીં કબ્જે કરેલ વાહનો પણ ખોટા ડોક્યુમેન્ટ રજુ કરીને ખરીદ કરવામાં આવ્યા હતા અને ગોડાઉન ભાડા કરારથી ભાડે રાખનાર કમલેશ હનુમાનરામ રહે. અડાસર બિકાનેર રાજસ્થાન નામની કોઇ વ્યક્તી છે જ નહીં.

એટ્લે કે ખોટી ઓળખ આપી, ખોટા આધારકાર્ડ બનાવી તેમજ ખોટી સહીઓ કરીને બન્ને ગોડાઉન ભાડે રાખવામા આવ્યા હતા જેથી આ બન્ને ગુનાઓના કામે અત્યાર સુધીમાં દસ જેટલા આરોપીઓને અગાઉ પકડવામાં આવ્યા હતા અને બાકી રહેતા આરોપીઓને પકડવા માટે એક ટીમને રાજસ્થાન મોકલેલ હતી જે ટીમ દ્રારા આ બંને ગુનામાં પકડવાના બાકી બે આરોપીઓને રાજસ્થાનના જાલોર તથા બાડમેર જિલ્લામાંથી પકડી લેવામાં આવ્યા હતા જેમાં ગંગારામ હીરારામ પંવારને મોરબીના ગુનામાં અને હનુમાનારામ શંકરારામ શાહુને ટંકારા તાલુકાનાં ગુનામાં પકડીને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા અને તેના રિમાન્ડ પૂરા થતાં બંને આરોપીઓએ કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનામાં હજુ મુખ્ય આરોપીઓને પકડવાના બાકી છે તેને પકડવા માટે પોલીસે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરી છે.






Latest News