ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું


SHARE







મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું

મોરબી જિલ્લામાં સ્પા/ મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહ વ્યાપારની શક્યતા હોય છે. કેટલાક અસામાજિક તત્વો આવા સ્પા/ મસાજ પાર્લરની આડમાં ગુનાહીત કૃત્યો કરીજાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છેતેથી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા સ્પાના નિયમન અને નિયંત્રણ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા વિસ્તારમાં સ્પા/ મસાજ પાર્લરોના માલીકો તેમજ આવા સ્પા /મસાજ પાર્લરોના સંચાલકોએ તેમા કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિત ફોટોગ્રાફ્સ તથા રેકોર્ડીંગ સુવિધા સાથે સી.સી.ટી.વી. એન્ટ્રીરિસેપ્શન તથા કોમન એરીયામાં ફરજિયાત રાખવાનું રહેશે. ત્રણ મહિના સુધીના સી.સી.ટીવી. રેકોડીંગની સંપૂર્ણ માહિતી સાથે સાચવી રાખવાનું રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશને જરૂર પડયે આ માહિતી આપવાની રહેશે. આ અંગે જે-તે પોલીસ સ્ટેશનના પોલીસ ઓફીસરે રજીસ્ટર નિભાવવાનું રહેશે. અને સ્પા/મસાજ પાર્લરએકમનું નામમાલીક/ સંચાલકનું નામ તથા સરનામું  ટેલીફોન નંબર. સ્પા/મસાજ પાર્લરોમાં કામ કરતા તમામ કર્મચારીઓની સંપૂર્ણ વિગત (ફોટો સહિત) તમામ માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં આપવાની છે. અને બે પૈકીની એક નકલ રીસીવ સહિ સિકકા કરી પરત આપવામાં આવે તે સંચાવવાની રહેશે. આ જાહેરનામું તા. ૩૦/૭ સુધી અમલમાં રહેશે. અને જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.






Latest News