મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ નજીક કારખાનામાંથી સગીરાનુ અપહરણ કરનાર આરોપીને બેંગલોરથી પકડ્યો


SHARE











મોરબીના ઉંચી માંડલ નજીક કારખાનામાંથી સગીરાનુ અપહરણ કરનાર આરોપીને બેંગલોરથી પકડ્યો

મોરબી તાલુકાના ઉંચી માંડલની સીમ નોકેન સીરામીકના કારખાનામાંથી સગીરાનુ અપહરણ થયું હતું જેની ફરિયાદ આધારે ગુનો નોંધીને આરોપીના પકડવા માટે તજવીજ ચાલી રહી હતી અને આ ગુનામાં આરોપીને ઝડપી પાડી સગીરાની શોધી કાઢી મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકા ઉંચી માંડલની સીમ નોકેન સીરામીકના કારખાનામાથી સગીરાનું અપહરણ થયું હતું જેથી સગીરાના પરિવારજન દ્વારા ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ તેની સગીરવયની દિકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કર્યું છે જેથી એસપી રાહુલ ત્રીપાઠી તથા ડીવાયએસપી પી.એ.ઝાલાએ આ કામે ગુન્હામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા આપેલ સુચના મુજબ તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ અને ટીમ કામ કરી રહી હતી. તેવામાં પીએસઆઇ એસ. એચ.ભટ્ટ તથા અરજણભાઈ ગેરીયા અને હસમુખભાઇ વોરાએ ટેકનીકલ વર્ક તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવી આરોપીને કર્ણાટક રાજયના બેગ્લોર શહેર ખાતેથી શોધી કાઢી આરોપી શીકુમાર ઉદ્દે શીપુ બીજય જેના (30) રહે. શાહપુર પોસ્ટ. ખુલુડા જિલ્લો બાલેશ્વર ઓડિસ્સા વાળાની ગુન્હાના કામે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.






Latest News