મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદ ટાઉનમાંથી બાઈકની ચોરી કરનારા શખ્સની ચોરાઉ બાઇક સાથે ધરપકડ


SHARE







હળવદ ટાઉનમાંથી બાઈકની ચોરી કરનારા શખ્સની ચોરાઉ બાઇક સાથે ધરપકડ

હળવદના પીઆઇ આર.ટી.વ્યાસ દ્વારા હળવદ પો.સ્ટે.ના વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પકડવા માટે વાહન ચેકીંગ તથા પેટ્રોલીંગમાં પોકેટ કોપનો ઉપયોગ કરી અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ કરવા સુચના આપવામાં આવી હતી. દરમ્યાન હળવદ વેગડવાવ રોડ પર એક શંકાસ્પદ બજાજ કંપનીનું પ્લેટીના મોટર સાયકલ રજી નં. જીજે 06 એચ આર 5665 લઈને એક શખ્સ નીકળતા તેને ઉભો રખાવી મોટર સાયકલ ચાલકની પુછપરછ કરતા કોઇ સંતોષ કારક જવાબ આપતો ન હોય જેથી ભરતભાઇ ચરમટાએ પોકેટ કોપ મોબાઇલ મારફતે મોટર સાયકલના માલીક સર્ચ કરતા 'વાસુદેવભાઈ કેશાભાઈ ઈટોદરા રહે. ટીકર વાળા હોવાનું સામે આવ્યું હતું જેથી બાઇક ચાલકને વિશ્વાસમાં લઇ આગવી ઢબે પુછપરછ કરતા પોતે મોટર સાયકલ હળવદ દશામાના મંદીર પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ચોરાઉ બાઇક કબ્જે કર્યું હતું અને આરોપી વનરાજ ઉર્ફે મહેશ ટીનાભાઈ નાયક (20) રહે.હાલ માથક ગામની સીમ તાલુકો હળવદ મુળ રહે. વાડોદર ઘંટી તાલુકો મોરવાહડફ વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.






Latest News