મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાવદરડા ગામે ઝેરી દવા પી ગયેલી યુવતીનું મોત


SHARE







મોરબીના ચાંચાવદરડા ગામે ઝેરી દવા પી ગયેલી યુવતીનું મોત

મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવતા ચાંચાવદરડા ગામે કારખાનાના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારની સગીરવયની યુવતી કોઈ કારણોસર ઝેરી દવા પી ગઇ હતી.જેથી તેને સારવાર માટે લાવવામાં આવી હતી.જોકે અહીં તેને જોઈ તપાસીને મૃત જાહેર કરવામાં આવી હતી અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા (મિં.) તાલુકામાં આવતા ચાંચાવદરડા ગામે ક્રિષ્ના પોલીમર્સ નામના કારખાનાના લેબર કોટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની અનિતાબેન કાલુભાઈ આદિવાસી નામની ૧૬ વર્ષીય સગીરા કારખાના પાસે આવેલ ખેતરના રસ્તે કોઈ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી.જેથી તેને બેભાન હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા અહીં જોઈ તપાસીને તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી અને ઉપરોક્ત બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા સ્ટાફના એસ.એમ.કમોયા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને બનાવ માળીયા પોલીસની હદમાં આવતો હોય આગળની તપાસ માટે માળિયા પોલીસમાં જાણ કરાઈ હતી.

વાહન અકસ્માતમાં ઇજા

ટંકારાના ઘુનડા ગામે રહેતા મહાદેવભાઇ ભવાનભાઈ ખટાણા નામનો ૪૨ વર્ષનો યુવાન બાઇક લઈને જતો હતો.ત્યારે ત્યાં રસ્તામાં વિનય સ્કૂલ પાસે બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજા થતા સારવાર માટે આયુષમાં લાવવામાં આવેલ જ્યારે ખાખરાળા પાસે રહેતા સુરજ શંકરલાલ મિણા નામના ૧૭ વર્ષના સગીરને દેરાડા ગામ પાસે બાઇક સ્લીપ થવાના બનાવમાં અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે રાતાભેર ગામે બસ સ્ટેશન પાસે થયેલ મારામારીના બનાવમાં જ્યોતિબેન રાજુભાઈ ઉઘરેજા નામના ૪૨ વર્ષીય મહિલાને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબીના આનંદનગર વિસ્તારમાં રહેતો ધર્મેન્દ્ર મુકેશભાઈ દેરાસરી નામનો ચાલીસ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ખૂટીયો આડો ઉતરતા બાઇક સ્લીપ થયું હતું.જેથી અકસ્માતમાં ઇજા થતાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના લીલાપર રોડ સ્મશાન સામે રહેતા સકીનાબાનું અબ્દુલભાઈ મિયાણા નામના ૨૮ વર્ષીય મહિલાને એકટીવામાં જતા સમયે સ્લીપ થતા સમયે ઇજા થતા સારવારમાં લવાયા હતા અને મોરબીના વાવડી રોડ રાધા પાર્ક વિસ્તારમાં રહેતા રંજનબેન વલ્લભભાઈ કુબાવત નામના ૬૦ વર્ષીય વૃદ્ધાને મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લવાયા હતા.

મારામારીમાં ઇજા

માળિયા મીયાણાથી સરકારી એમ્બ્યુલન્સ લઈને તરૂણગીરી મહેશગીરી ગોસ્વામી નામનો ૪૨ વર્ષીય યુવાન મોરબી ક્રિષ્ના હોસ્પિટલ ખાતે આવતો હતો ત્યારે મોરબી શનાળા રોડ સ્વામિનારાયણ મંદિર પાસે છોટાહાથી સાથે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં બોલાચાલી થયા બાદ મારામારી થતા તરૂણગીરી ગોસ્વામીને સિવિલે સારવાર માટે લઈ જવાયો હતો.જ્યારે હળવદના નવા દેવળીયા ગામે કિશન પ્રેમજીભાઈ માલાસણા નામનો ૨૨ વર્ષનો યુવાન જતો હતો ત્યારે ગામના રામજી મંદિર પાસે તેનું વાહન સ્લીપ થતા સારવારમાં અત્રે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે સારવાર માટે લવ્યો હતો.






Latest News