મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના ગ્રામ્ય વિસ્તારનો બનાવ: યુવતી સાથે સાવકા બાપે કર્યું દુષ્કર્મ, સાવકા બાપની હત્યા કે અકસ્માતે મોત ?


SHARE













મોરબીના ગ્રામ્ય વિસ્તારનો બનાવ: યુવતી સાથે સાવકા બાપે કર્યું દુષ્કર્મ, સાવકા બાપની હત્યા કે અકસ્માતે મોત ?

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા પરિવારની યુવતી ઉપર તેના સાવકા બાપે નજર બગાડી હતી અને યુવતીની સાથે દુષ્કર્મ આચર્યું હતું જો કે, યુવતી સાથે દુષ્કર્મ આચારનાર તેના સાવકા બાપનું મોત નીપજયું છે જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ હત્યાનો છે કે, અકસ્માત તે દિશામાં તાલુકા પીઆઇ અને તેની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે

છેલ્લા વર્ષોમાં સમાજ માટે લાલબત્તી સમાન કહી શકાય તેવી ઘટનાઓ અનેક જગ્યાએથી સામે આવી રહી છે તેવામાં મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદરથી એક ઘટના આજે સામે આવેલ છે જેમાં એક પરિવારની યુવતી સાથે તેના સાવકા બાપ દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને યુવતી સાથે દુષ્કર્મ આચારનાર તેના સાવકા બાપનું મોત નીપજયું હોય તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પીઆઈ એસ.કે. ચારેલ સહિતની ટીમ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે વધુમાં પીઆઇ સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, યુવતીના કહેવા મુજબ તેના મૃતક બાપ દ્વારા તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે જો કે, આ યુવતીના બાપનું મોત નીપજયું છે જેથી કરીને ઘટનાની હક્કિત જાણવા માટે આગળની તપાસ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખની છે કે, જે યુવતી સાથે દુષ્કર્મની વાત છે તે યુવતીની માતાના આ બીજા લગ્ન છે અને ભોગ બનેલ યુવતી તેના આગલા ઘરની દીકરી છે જેથી પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગળની તપાસ હાથ ધરી છે અને મૃતક વ્યક્તિનું મોત અકસ્માતે થયું છે કે હત્યા કરવામાં આવી છે તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર ગામે રહેતા રામજીભાઈ કલાભાઈ પરમાર (59) નામના વૃદ્ધ બાઈકમાં પાછળના ભાગે બેસીને ખાખરેચી વેણાસર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે દરગાહ નજીક બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં તેમને ઈજા થયેલ હતી જેથી તેઓને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પી લેતા યુવાન સારવારમાં

મોરબીના રવાપર ગામ પાસે આવેલ રવાપર રેસીડેન્સીમાં રઘુકુલ પેલેસ ખાતે રહેતા મહેશભાઈ સવજીભાઈ પનારા (47) નામના યુવાને મહિન્દ્રા ટ્રેક્ટરના શોરૂમ પાછળ રેવા પાર્કની સામે રાજકોટ હાઇવે રોડ ઉપર કોઈ કારણસર ઝેરી દવા પી લેતા તેને અર્ધબેભાન હાલતમાં સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઈલ સ્પિલ થતાં ઇજા

હળવદ માળીયા હાઈવે રોડ ઉપર બાઈક લઈને રવિકુમાર પ્રમોદકુમાર સહાની (26) નામનો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થવાથી તેને મોરબીની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપીને આ બનવાની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News