મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે અકળ કારણોસર ગળફાંસો ખાઈને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE







મોરબીના રાજપર ગામે અકળ કારણોસર ગળફાંસો ખાઈને યુવાને જીવન ટૂંકાવ્યું

મોરબી નજીકના રાજપર ગામે આવેલ કોટન મીલના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા યુવાને તેના ક્વાટર ખાતે ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેનું મોત નીપજત્તા પોલીસે તપાસ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજપર ગામે આવેલ સદગુરૂ કોટન મિલમાં આવેલ ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના રહેવાસી લોકેશભાઇ વસ્તાભાઈ સોલંકી નામના ૨૮ વર્ષના યુવાને રાત્રિ દરમિયાન ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી સાથે કામ કરતા વ્યક્તિ દ્વારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેને પગલે હાલ મૃતકના ડેડબોડીના પીએમ સહિતની વિધિ હાથ ધરવામાં આવી છે અને મૃતકના પરિવારજનો એમપી ખાતે રહેતા હોય ત્યાં આ બનાવની જાણ કરવામાં આવેલી છે.કયા કારણોસર યુવાને અંતિમ પગલું ભર્યું તે હાલ તપાસનો વિષય છે.
સામસામે મારામારીમાં ઈજા
મોરબીના કંડલા બાયપાસ કામઘેનું પાર્ટી પ્લોટ પાસે આવેલ ૨૫ વારિયા વિસ્તારમાં સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં આકાશ મુન્નાભાઈ દેવીપુજક (ઉમર ૧૮) તથા સામે વાળા હનીફ ઉમરભાઈ ફકીર (ઉમર ૨૭) ને ઇજા થતા બંનેને સારવાર માટે લઈ જવાય હતા.જ્યારે લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા ફારૂકભાઈ અન્સારી નામના ૭૦ વર્ષના વ્યક્તિને મારામારીના બનાવમાં ઈજા થતાં સિવિલે સારવાર માટે લવાયા હતા.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના મણીમંદિર પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં સામસામે બાઇક અથડાતા રોનિત હિતેશભાઈ ઝીંઝવાડીયા (૧૮) રહે.વીસીપરા તથા સામેવાળા દિલીપભાઈ છોટાલાલ ભટ્ટ (૫૪) રહે.રામધન આશ્રમ પાસે વાળાઓને ઇજા થતા બંનેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના ચરાડવા ગામે રહેતા પરિવારનો માનવ દેવાભાઈ નામનો નવ વર્ષનો બાળક મચ્છુબારીથી ચરાડવા જતા રસ્તે બાઈક પાછળ બેસીને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના બનાવમાં ઈજા પામેલ હાલતમાં મોરબી લાવવામાં આવ્યો હતો.
શનાળા રોડ અકસ્માત
મોરબીના શનાળા-રાજપર ચોકડી પાસે વાહન અકસ્માત બન્યો હતો. જેમાં ટ્રક સાથે બાઇક અથડાતા જમણા પગના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં મહેશભાઈ દેવશીભાઈ પટેલ (ઉમર ૫૫) રહે.રાજપરને અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી ઇન્દિરાનગર વિસ્તારમાં ખોડીયાર ચોક પાસે રહેતા વજીબેન જીવરાજભાઈ ઝીંઝવાડીયા નામના ૪૬ વર્ષીય મહિલાને ઘરે મારામારીના બનાવમાં માથાના ભાગે ઈજા થતાં અત્રે શિવમ હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News