મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસ-પત્રકાર સહિત કુલ 11 વ્યાજખોરોના ત્રાંસથી કંટાળીને યુવાને કર્યો આપઘાત: ત્રણ પાનાની સુસાઇટ નોટની ખરાઈ બાદ નોંધાયો ગુનો


SHARE













મોરબીમાં પોલીસ-પત્રકાર સહિત કુલ 11 વ્યાજખોરોના ત્રાંસથી કંટાળીને યુવાને કર્યો આપઘાત: ત્રણ પાનાની સુસાઇટ નોટની ખરાઈ બાદ નોંધાયો ગુનો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ઓફિસમાં દોઢ મહિના પહેલા યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જો કે, તેની પાસેથી ત્રણ પાનાની સુસાઇટ નોટ મળી આવી હતી જેમાં તેને પોલીસ, પત્રકાર સહિત કુલ મળીને 11 શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને વ્યાજે લીધેલ રૂપિયા કરતાં વધુ રૂપિયા આપી દીધા હોવા છતાં તેને હેરાન પરેશાન કરતાં હોવાના કારણે પોતાને મારવા મજબૂર કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો આ સુસાઇડ નોટની ખરાઇ કરાવવામાં આવ્યા બાદ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને એક પોલીસ કર્મચારી, એક પત્રકાર સહિત કુલ મળીને 11 વ્યાજખોરોની સામે યુવાનને મારવા મજબૂર કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણા (36)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિલેશભાઈ ભીમાણી રહે. મોરબી, રવિભાઈ દેવાભાઈ ડાંગર રહે. મોરબી, પ્રકાશભાઈ મેપાભાઇ પિથામલ રહે. મોરબીરવિભાઈ રાજેશભાઈ ઝાલરીયા રહે. રાજકોટ, હિતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે. મોરબી, યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (પોલીસ) રહે. મોરબી, કિરીટસિંહ જાડેજા રહે. ગુરુકૃપા લાતી પ્લોટ મોરબી, મયુરસિંહ બહાદુરસિંહ સરવૈયા રહે. મોરબી, ભગીરથસિંહ જનકસિંહ જાડેજા રહે. મોરબી, પ્રશાંતભાઈ ચીખલીયા રહે. બેલા અને ઋષિભાઈ મહેતા (પત્રકાર) રહે. મોરબી વાળાની સામે પોતાના ભાઈને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવેલ છે.

જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીના ભાઈ નિલેશભાઈ હરેશભાઈ મકવાણાને ઠંડાપીણા કોલ્ડ્રિંકની સેલ્સ એજન્સીનો વેપાર હતો અને નવલખી રોડ ઉપર આવેલા હિતેશ માર્કેટિંગ કોલ્ડ્રીંક્સ સેલ્સ એજન્સી નામની ઓફિસથી તેઓ વેપાર ધંધો કરતા હતા અને તેઓને પોતાના ધંધાના કામ માટે રૂપિયાની જરૂર પડતા આરોપીઓ પાસેથી તેણે અલગ અલગ સમયે જુદી જુદી રકમ વ્યાજે લીધેલી હતી અને વ્યાજ સહિતના પૈસા ચૂકવી દીધેલ હોવા છતાં પણ યેનકેન પ્રકારે આરોપીઓ દ્વારા ફરિયાદીના ભાઈ નિલેશભાઈને હેરાન કરવામાં આવતા હતા જેથી વ્યાજખોરોના ત્રાંસથી કંટાળીને નિલેશભાઈએ પોતે પોતાની ઓફિસની અંદર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.

અત્રે ઉલેખનીય છે કેમૃતક યુવાનના પાસેથી મળી આવેલ પાકીટને તેના પિતાએ ચેક કર્યું હતું ત્યારે તેમાંથી ત્રણ પાનાની એક સુસાઇડ નોટ મળી આવી હતી અને તેમાં ફરિયાદીનો ભાઈ ઠંડાપીણાની સેલ્સ એજન્સીનું કામ કરતો હોય ઘણા બધા લોકો પાસેથી પૈસા લેવાના અને દેવાના હતા તેનો હિસાબ લખવામાં આવ્યો હતો અને વ્યાજે લીધેલા રૂપિયા બાબતે નામ લખેલા હતા અને વ્યાજે લીધેલા રૂપિયા કરતાં વધારે રૂપિયા આપી દીધેલ હોવા છતાં પણ તેને વ્યાજખોરો હેરાન પરેશાન કરતા હોવાના કારણે પોતાને મરવા મજબૂર કર્યો હોવાનું લખેલું હતું જેથી હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એક પોલીસ કર્મચારી, એક પત્રકાર સહિત કુલ 11 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

વધુમાં મળતી માહિતી મુજબ ગત તા. 11/4/ 2025 ના બપોરે 4:30 વાગ્યાના અરસામાં ફરિયાદીના ભાઈએ ઓફિસમાં ઝેરી દવા પીધી હતી અને ત્યારબાદ તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તા 12/4/2025 ના રોજ રાત્રિના અઢી વાગ્યાના અરસામાં તેનું મોત નીપજ્યું હતું અને મૃતક યુવાનના પાકીટમાંથી જે સુસાઇડ નોટ મળી આવી હતી તેની પોલીસ દ્વારા ખરાઈ કરાવવામાં આવી હતી ત્યાર બાદ મૃતક યુવાનની સુસાઇટ નોટના આધારે પોલીસે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને કુલ 11 વ્યાજખોરોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 






Latest News