મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી યુવાન ઘર છોડીને ચાલ્યા જવાના ગુનામાં રવાપરમાં રહેતા વધુ બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી યુવાન ઘર છોડીને ચાલ્યા જવાના ગુનામાં રવાપરમાં રહેતા વધુ બે આરોપીની ધરપકડ

મોરબીના રવાપર રોડ ઉપર રહેતા યુવાને જુદાજુદા સમયે અલગ અલગ વ્યક્તિ પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લીધેલા હતા જે યુવાન પાસેથી તેના બે સ્કૂટર બળજબરીથી વ્યાજખોર લઈ ગયેલ હતા અને તેની પત્નીના ઘરેણાં વેચીને રકમ વ્યાજખોરને આપી હતી તો પણ વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી યુવાન તેનું ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને ત્યાર બાદ તેને એ ડિવિઝન પોલીસ સ્ટેશને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં વધુ બે આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ મહાબલી હનુમાન મંદિર સામે વૈદેહીક પ્લાઝા વાળી શેરીમાં અક્ષર એપાર્ટમેન્ટના ચોથા માળે બ્લોક નંબર 401 માં રહેતા જગદીશભાઈ કિર્તીભાઈ ગજ્જર (39)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાજુભાઈ ડાંગર, ભાવેશભાઈ છબીલભાઈ, પારસ ઉર્ફે ભોલુ મુકેશભાઈ જારીયા, કિશનભાઇ મનુભા લાંબા અને ભરતભાઈ કાનાભાઈ ચાવડા સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, આ શખ્સો પાસેથી તેને જુદાજુદા સમયે ઊંચા વ્યાજે રૂપિયા લીધેલા હતા અને કેટલાકને તો વ્યાજના રૂપિયા આપ્યા હતા તો પણ તેની પાસે વ્યાજની ઉઘારણી કરવામાં આવતી હતી જેથી તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો જો કે, તેના પરિવારને વ્યાજખોરો હેરાન કરશે તેવો ડર લગતા તે પાછો આવી ગયો હતો અને બાદ તેને એ ડિવિઝનમાં ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે પહેલા એક આરોપી ભાવેશભાઈ છબીલભાઈ વઘાડિયાની ધરપકડ કરી હતી અને આ કેસમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના ડિ-સ્ટાફ દ્વારા વધુ બે વ્યાજખોરને પકડવામાં આવ્યા હતા જેમાં પારસ ઉર્ફે ભગો મુકેશભાઈ જારીયા (27) રહે. દેવવ્રત એપાર્ટમેન્ટ રવાપર-ઘુનળા રોડ રવાપર રેસીડેન્સી પાસે રવાપર તથા ભરત કાનજીભાઇ ચાવડા (23) રહે. સદગુરૂ સોસાયટી ક્રિષ્ના સ્કૂલ પાસે રવાપર વાળાનો સમાવેશ થાય છે અને બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

ગાળો બોલવાની ના પાડતા માર માર્યો
મોરબીના આલાપ રોડ ઉપર રામદેવપીર મંદિર પાસે આવેલ વિજયનગર સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ હરજીવનભાઈ ઘોડાસરા નામના ૪૫ વર્ષના યુવાનને મારામારીમાં ઈજા થતાં સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.બાદમાં તેણે પોલીસ સ્ટેશન ખાતે અમિત શાંતિલાલ જીવાણી રહે.મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે, તેઓ પોતાના ઘર પાસે મિત્ર સાથે બેઠા હતા ત્યારે સામેવાળો અમિત જીવાણી આવેલ અને ગાળો બોલતો હોય તેને ગાળો બોલવાની ના પાડી હતી.જેથી કાઠલો પકડીને ઢિકાપાટુનો માર માર્યો હતો અને ધક્કો મારતા ઓટાની ધાર અરવિંદભાઈ ઘોડાસરાને માથાના ભાગે લાગી ગઈ હતી અને કપાળે ચાર ટાંકા આવ્યા હતા.હાલ તેઓની ફરિયાદ દ્વારા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા
ટંકારામાં કલ્યાણપર ગામના જયદેવભાઈ મનહરભાઈ ઠાકર નામના ૬૩ વર્ષના આધેડ બાઈકમાં જતા હતા ત્યારે રતનપર-ગૌરીદળ વચ્ચે અજાણ્યા બાઇક સાથે ટક્કર થતા જમણા હાથે ઇજા થવાથી સારવારમાં લઈ જવાયા હતા.જયારે સિવિલ હોસ્પિટલમાં બીજા માળે કુલર ચાલુ કરવા જતા ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા વસીમભાઈ (ઉંમર ૨૦) રહે.મકરાણીવાસને સારવારમાં લઇ જવાયો હતો.તેમજ મોરબી ઉમિયા સર્કલ કેનાલ પાસે રમતા રમતા કેનાલમાં પડી ગયેલા પોપટ પીન્ટુભાઇ મેથાણીયા નામના ત્રણ વર્ષના બાળકને અત્રે આયુષમાં સારવારમાં લઈ જવા હતો.






Latest News