મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ ભાવનગર જેલ હવાલે


SHARE







મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ ભાવનગર જેલ હવાલે

મોરબી શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સને પાસા હેથલા પકડીને ભાવનગર જેલ હવાલે કરવામાં આવ્યો છે

મોરબી એલસીબી ટીમ દ્વારા મોરબી એ ડીવીઝન પોલીસ વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવેલ હતી જેથી પોલીસે આરોપી રામરામ મેઘારામ તરડ રહે. ડુંગરી ગામ રાજસ્થાન વાળાની ધરપકડ કરીને તેને ભાવનગર જીલ્લા જેલ ખાતે ખસેડવામાં આવેલ છે.

બાઈક સાથે બાઈક અથડાતા ચાર લોકો સારવારમાં
મોરબી રવાપર રોડ કદમ મેડિકલ પાસે વાહન અકસ્માત થયેલ.જેમાં બાઇક સાથે બાઈક અથડાતા પંકજ કેશવજી કકાસણીયા (૩૨) રહે. ખોડિયાર પાર્ક આલાપ રોડ, હિરેન રવજીભાઇ ચાવડા (૩૯) રહે.કાલીકા પ્લોટ રવાપર રોડ, દિપક વિરેન્દ્ર નેપાળી (૩૨) રહે.રવાપર ચોકડી અને વિકાસ પુરણસિંહ થાવર (૨૪) રહેએસપી રોડ મોરબી ને ઇજા થતા ચારેયને સિવિલે સારવાર માટે લવાયા હતા.જ્યારે રવાપર ગામે પંચાયત ઓફિસ પાસે બાઈક લઈને જતા સમયે બાઈક સ્લીપ થતા નવીનભાઇ જાદવજીભાઈ થડોદા (ઉમર ૫૭) રહે.અવધ એપાર્ટમેન્ટ સાનીધ્ય પાર્ક રવાપર રોડને ઇજા થતા અત્રે સાગર ઓર્થોપેડિક હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.

ઈજાગ્રત મહિલા સારવારમાં
ગાંધીધામ-અંજાર રોડ ઉપર આવેલ મધુવન હોટલ પાસે બાઈકમાંથી પડી ગયેલા ગીતાબેન ભુપતભાઈ લકુમ (ઉમર ૪૨) રહે.સાયલા દશા માતા મંદિર પાસે હાલ રહે.ગાંધીધામ કચ્છ ને ઇજા પામેલ હાલતમાં અત્રે ખાનગી હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા.જ્યારે ધાંગધ્રા ખાતે અવધ સોસાયટી મેવાડા ઓઇલ મીલ પાસે રહેતા જયશ્રીબેન બળદેવભાઈ સોમપુરા નામના ૮૦ વર્ષના વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે ઓઇલ મીલ પાસેના વણાક પાસે વીહન સ્લીપ થતા ઇજા પામતા અત્રે આયુષ હોસ્પિટલે સારવારમાં લવાયા હતા.






Latest News