મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે ભાઈ સાથે થયેલ માથાકૂટનો ખાર રાખીને ચાર શખ્સોએ યુવાનને મારમાર્યો: બાઈકમાં કરી તોડફોડ


SHARE







હળવદના માથક ગામે ભાઈ સાથે થયેલ માથાકૂટનો ખાર રાખીને ચાર શખ્સોએ યુવાનને મારમાર્યો: બાઈકમાં કરી તોડફોડ

હળવદના માથ ગામે રહેતા યુવાનના ભાઈ સાથે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને ચાર શખ્સો કારમાં આવ્યા હતા અને યુવાનને રાતાભેર ગામ પાસે રસ્તામાં આંતરીને ઉભો રાખવામાં આવ્યો હતો ત્યારબાદ યુવાનને ગાળો આપીને ઢીકાપાટુનો માર મારીને ધોકા વડે પગમાં મારમાર્યો હતો તેમજ તેના બાઈકમાં નુકસાની કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદના માથક ગામે રહેતા રવિભાઈ રણછોડભાઈ સડાણીયા (21)હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નિખિલભાઇ રાજુભાઈ ગોહિલ અને વિશાલભાઈ રાજપૂત રહે. બંને માથક તથા અજાણ્યા બે માણસો આમ કુલ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, આરોપી નિખિલભાઇ ગોહિલને અગાઉ ફરિયાદીના ભાઈ સાથે માથાકૂટ થઈ હતી તે બાબતનો ખારાખીને ફરિયાદી પોતાનું બાઈક લઈને રાતાભેર ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે આરોપીઓ તેની હેરિયર ગાડીમાં તેની પાછળ આવ્યા હતા અને રાતાભેર ગામ નજીક યુવાનને ઉભો રાખ્યો હતો અને તેને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમજ આરોપી નિખિલભાઇએ ફરિયાદીને પગમાં ધોકા વડે મારમાર્યો હતો અને તેના બાઈકમાં તોડફોડ કરીને નુકસાની કરી હતી અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વરલી જુગાર

વાંકાનેર સિટી સ્ટેશન રોડ પાસે વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત આધારે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દિનેશભાઈ ગોવિંદભાઈ મોરવાડિયા (52) રહે. ધમલપર-2 વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હતો જેથી 210 ની રોકડ સાથે પોલીસે તેની ધરપકડ કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે માળીયા મીયાણામાં માસુમશાપીરની દરગાહ પાસે રોડ ઉપર જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી અલ્યાશભાઇ હુશેનભાઇ ખોડ રહે. માળીયા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 400 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News