મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામ નજીકથી 165 લિટર દારૂના જથ્થા સાથે પાંચ શખ્સની ધરપકડ: મહિલા આરોપીની શોધખોળ


SHARE







મોરબીના પીપળી ગામ નજીકથી 165 લિટર દારૂના જથ્થા સાથે પાંચ શખ્સની ધરપકડ: મહિલા આરોપીની શોધખોળ

મોરબીના પીપળી ગામની સીમમાં બાવળની કાંટમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 165 લિટર દેશી દારૂનો જથ્થો ત્યાંથી મળી આવેલ હતો જેથી પોલીસે 33 હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોની ધરપકડ કરી હતી અને એક મહિલા આરોપીનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં અંબિકા એન્જિનિયરિંગ નામના કારખાનાની પાછળના ભાગમાં બાવળની કાંટમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 165 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 33 હજાર રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી રાહુલ વાલજીભાઈ ચૌહાણ (28) રહે. ભડીયાદ જીવરાજ પાર્ક સોસાયટી મફતિયાપરા મોરબી, અલ્તાફ અનવરભાઈ ગની (19) રહે. વીસીપરા કુલીનગર-1 મોરબી, સંજય હીરાભાઈ ટીડાણી (19) રહે. ઇન્દિરાનગર મેલડી માતાજીના મંદિર પાસે મોરબી, કાદર હુસેનભાઇ દિવાન (26) રહે. વીસીપરા કુલીનગર-1 મોરબી અને અકરમભાઈ અનવરભાઈ શેખ (25) રહે. વીસીપરા કુલીનગર-1 મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ડીમ્પલબેન હિતેશભાઈ રાઠોડ મોરબી વાળીનું નામ સામે આવ્યું છે જેથી તે મહિલા સહિત છ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને મહિલા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

અકસ્માતમાં ઇજા

હળવદના કડીયાણા ગામે રહેતા ભરતભાઈ સેલભાઈ સલાટ (25) નામનો યુવાન બાઈક ઉપર હળવદ નજીક આવેલ પુલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અજાણી કારના ચાલકે તેના બાઈકને ઠોકર મારતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News