મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

ઓપરેશન શિલ્ડ: વાંકાનેર ખાતે તા ૨૯ મે ના રોજ મોકડ્રીલ-બ્લેક આઉટનું આયોજન


SHARE







ઓપરેશન શિલ્ડ: વાંકાનેર ખાતે તા ૨૯ મે ના રોજ મોકડ્રીલ-બ્લેક આઉટનું આયોજન

મોરબી જિલ્લામાં સરકારના ઓપરેશન શિલ્ડઅન્વયે સુરક્ષા અને સલામતી માટે સિવિલ ડિફેન્સના ભાગરૂપે તા ૨૯ મે ના રોજ વાંકાનેર શહેરી વિસ્તાર અને મોકડ્રીલ વિસ્તારમાં રાત્રે ૦૮:૦૦ થી ૦૮:૩૦ દરમિયાન ૩૦ મિનીટ બ્લેકઆઉટ- અંધારપટ કરવામાં આવશે. ઉપરાંત સરકારના નિર્દેશ અનુસાર મોકડ્રીલનું આયોજન કરવામાં આવનાર છે. ત્યારે બ્લેકઆઉટ- અંધારપટમાં વાંકાનેરના નાગરિકોને સ્વયંભૂ જોડાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ આયોજનમાં જિલ્લાના આપદા મિત્રો અને સ્વયંસેવકોને સ્વૈચ્છિક રીતે જોડાવવા પણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ મોકડ્રીલ અને બ્લેકઆઉટ એ સુરક્ષા માટે લેવામાં આવતા પગલાનો એક ભાગ છે, જેથી મોરબી જિલ્લાના નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. આવનારા સમયમાં કોઈ આપત્તિજનક પરિસ્થિતિનું નિર્માણ થાય તો તે પરિસ્થિતિનો સામનો કરવા આપણે સક્ષમ બનીએ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકીએ તે માટે અગમચેતીરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ઓપરેશન શિલ્ડમાં સહભાગિતા દાખવી મોરબી જિલ્લામાં વાંકાનેર શહેરી વિસ્તાર અને મોકડ્રીલ વિસ્તારમાં ૦૮:૦૦ થી ૦૮:૩૦ દરમિયાન આપના ઘર ઓફિસની લાઈટો બંધ કરવા તથા પ્રકાશ ઉત્પન્ન કરે એવા કોઇ પણ ઉપકરણોનો ઉપયોગ ન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News