મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં નર્મદાની કેનાલોમાંથી સિંચાઇનું પાણી લેવા ફોર્મ ભરો: કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને અપીલ


SHARE







મોરબી જીલ્લામાં નર્મદાની કેનાલોમાંથી સિંચાઇનું પાણી લેવા ફોર્મ ભરો: કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને અપીલ

મોરબી જીલ્લામાં નર્મદાની ત્રણ કેનાલ આવેલ છે અને તેમાં પાણી છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જો કે, ચોમાસુ પાક માટે જે ખેડૂતો નર્મદાની કેનાલમાંથી સિંચાઈ સુવિધા મેળવવા ઇચ્છતા હોય તેઓએ જરૂરી ફોર્મ ભરવાના હોય છે જોકે હજુ સુધી કોઈ ફોર્મ ભરવામાં આવેલ નથી જેથી તાત્કાલિક ફોર્મ ભરવા માટે ધારાસભ્યએ અપીલ કરી છે.

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ખેડૂતોને અપીલ કરી છે કે, નર્મદાની માળિયા, મોરબી અને ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી જે ખેડૂતો સિંચાઇ માટેનું પાણી મેળવવા ઇચ્છતા હોય તેઓએ પોતાના ફોર્મ ભરવાના હોય છે જો કે, હજુ સુધી કેનાલમાંથી પાણી લેવા માટે કોઈ પણ ગામમાં ખેડૂતોએ એક પણ ફોર્મ ભર્યું નથી જેથી ખાતેદાર ખેડૂતોએ નર્મદાનું પાણી મેળવવા માટે તાત્કાલિક નર્મદાનાં અધિકારી કે કર્મચારીને ગામમાં બોલાવીને એક જ દિવસમાં એકી સાથે વધુમાં વધુ ફોર્મ ભરવા માટેનું આયોજન કરવાની જરૂર છે. અને આ કામ માટે જુદાજુદા ગામના સરપંચો, સ્થાનિક આગેવાનો અને ખેડૂત તાત્કાલિક કાર્યવાહી કરે તેવી પણ અપીલ કરેલ છે.






Latest News