મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે પરિણામ અંગે ગુમસુમ રહેતી યુવતી ગળેફાંસો ખાઈ જતા સારવારમાં, રામદેવનગરમાં ગળેફાંસો ખાઈ ગયેલ યુવતી રાજકોટ ખસેડાઇ


SHARE







મોરબીના જેતપર ગામે પરિણામ અંગે ગુમસુમ રહેતી યુવતી ગળેફાંસો ખાઈ જતા સારવારમાં, રામદેવનગરમાં ગળેફાંસો ખાઈ ગયેલ યુવતી રાજકોટ ખસેડાઇ

મોરબી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં બે જુદા-જુદા બનાવમાં બે યુવતીઓ ગળેફાંસો ખાઈ ગઈ હોય તેઓને સારવારમાં ખસેડવામાં આવેલ છે.મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે સોઓરડીની પાછળના વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી કોઈ કારણોસર ગળેફાસો ખાઈ જતા અત્રેની સિવિલે બેભાન હાલતમાં લાવવામાં આવી હતી અહીંથી તેણીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે. જ્યારે મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે રહેતા પરિવારની યુવતી પણ તેના ઘરે ગળેફાંસો ખાઈ ગઈ હોય તેણીને સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવી હતી.પોલીસના જણાવ્યા પ્રમાણે પરિણામ બાબતે યુવતી ગુમસૂમ રહેતી હતી અને ઉપરોક્ત પગલું ભરી લેતા હાલ તેને સારવારમાં લઈ જવાયેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તાલુકાના જેતપર મચ્છુ ગામે રહેતા પરિવારની આશાબેન અશોકભાઈ અમૃતિયા નામની ૨૪ વર્ષીય યુવતી તેના ગળેફાંસો ખાઇ ગઇ હતી.જેથી બેભાન હાલતમાં મોરબીના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલ છે.હાલ તેણીની સારવાર ચાલુ હોય અને તે બેભાન હોય બનાવના કારણ અંગે તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. તાલુકા પોલીસ મથકના નિરવભાઈ મકવાણા આ કેસની તપાસ કરી રહ્યા હોય તેઓના જણાવ્યા પ્રમાણે યુવતીના પરિવારજનો પાસેથી મળતી માહિતી પ્રમાણે યુવતીએ બીએડ કર્યા બાદ ટેટના પરિણામ બાબતે તે ગુમસુમ રહેતી હતી અને તેણીએ આ પગલું ભરી દીધું હોય તેવું પ્રાથમિક ધોરણે લાગી રહ્યું છે.જોકે હાલ તે બેભાન બોય તેના નિવેદન બાદ ખરી હકીકત સામે આવશે.

           જ્યારે બીજો બનાવ મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલા રામદેવનગર વિસ્તારમાં બન્યો હતો.જ્યાં રહેતા પરિવારની ખુશાલીબેન દીપકભાઈ ચાવડા નામની ૧૮ વર્ષીય યુવતી તેના ઘરે ગળેફાંસો ખાઈ ગઈ હતી.જેથી અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી અને બેભાન હાલતમાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ હાલ વધુ સારવાર માટે ખુશાલીબેન ચાવડાને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે.બનાવ અંગે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ ચૌહાણ દ્વારા બનાવ અંગે નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરેલ છે.

બાઈક અકસ્માતમાં ઇજા

હળવદના શિશુ મંદિર પાસે રહેતો હેમાંગ જયસુખભાઈ શેઠ નામનો ૨૭ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે સરા ચોકડી નજીક બાઇક સ્લીપ થવાના બનાવમાં ઈજા થતા સારવારમાં મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે માળિયા મિંયાણાના દેવગઢ ગામે રહેતા અમરીબેન આઈદાનભાઈ સવસેટા નામના ૪૫ વર્ષીય મહિલા બાઇક પાછળ બેસીને જતા હતા.ત્યારે ગામમાં આવેલ મંદિર નજીક તેઓનું બાઈક સ્લીપ થતાં ઇજા થતા તેઓને પણ સારવાર માટે મોરબી લવાયા હતા.

વૃદ્ધ સારવારમાં

હળવદના રાયદ્રા ગામે રહેતા સવાભાઈ ગાંડુભાઇ પરસાડીયા નામના ૮૧ વર્ષના આધેડ બાઇક પાછળ બેસીને જતા હતા ત્યારે ગામમાં અકસ્માતે બાઈક પાછળથી નિચે પડી જતા અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોટા દહીંસરા ગામે આવેલ વિવેકાનંદનગરમાં રહેતા શક્તિસિંહ અમરસંગ જાડેજા નામના ૫૪ વર્ષના આધેડ વવાણીયાના રસ્તે પગપાળા જતા હતા.ત્યાં નાલા પાસે અજાણ્યા વાહનની ઠોકર લાગતા તેઓને પણ ઈજા પામેલ હાલતમાં સારવાર માટે અત્રે આયુષમાં લાવવામાં આવ્યા હતા.






Latest News