મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના ઉદ્યોગકારોને એમજીઓથી ગેસ આપતી કંપની દ્વારા શા માટે નોન એમજીઓ મુજબ બેંક ગેરેંટી ?: હરિભાઈ પટેલ


SHARE







મોરબીના ઉદ્યોગકારોને એમજીઓથી ગેસ આપતી કંપની દ્વારા શા માટે નોન એમજીઓ મુજબ બેંક ગેરેંટી ?: હરિભાઈ પટેલ

ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે કરાર કરીને નેચરલ ગેસની સપ્લાઈ કરવામાં આવે છે જો કે, તેઓની પાસેથી નોન એમજીઓ મુજબ બેંક ગેરેંટી લેવામાં આવી રહી છે જેથી કરીને ઉદ્યોગકારોની આર્થિક મુશ્કેલી વધી રહી છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગકાર દ્વ્રારા ગુજરાત ગેસ કંપનીના જવાબદાર અધિકારીને લેખિતમાં રજૂઆત કરીને ગેસ કંપની દ્વારા પોતાની શરતોમાં ફેરફાર કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને વધારાની બેંક ગેરેંટી શોધવા માટેની પીડામાથી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ શ્રીજી સિરામિક વાળા હરિભાઈ પટેલ દ્વારા તાજેતરમાં ગુજરાત ગેસ કંપની દ્વારા બે વખત ગેસના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવેલ છે જેથી કરીને અહીના ઉદ્યોગકારોની પરિસ્થિતિને ધ્યાને રાખીને ગુજરાત ગેસ કંપનીના જવાબદાર અધિકારીઓને લેખિતમાં સોશિઅલ મીડિયા મારફતે રજૂઆત કરી હતી જેમાં તેઓએ જણાવ્યુ છે કે, ગુજરાત ગેસ કંપનીનો સૌથી મોટો ગ્રાહક મોરબીનો સિરામિક ઉદ્યોગ છે અને અહીના ઉદ્યોગકારો દ્વારા નેચરલ ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટ બનાવીને દેશના દરેક રાજ્યમાં તેમજ વિદેશમાં સિરામિક ટાઇલ્સ મોકલાવવામાં આવે છે ત્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ ટકી રહે તે માટે ગુજરાત ગેસ કંપની દ્વારા હાલમાં જે બેંક ગેરેંટી લેવામાં આવી રહી છે તેમાં બંધ છોડ કરવાની જરૂર છે

તેઓએ કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, ભાવ વધારો અને બળતણ ખર્ચમાં અસ્થિરતાના લીધે અહીના ઉદ્યોગકારો ચિંતામાં છે છેલ્લા મહિનાઓમાં ગેસના ભાવમાં અનેકગણો વધારો કર્યો હોવાથી સિરામિક હબ ગણાતા મોરબીમાં ઉત્પાદન ચાલુ રાખવું ખૂબ જ મુશ્કેલ લાગે છે જો આટલી ઊંચી ગેસ કિંમત અસ્થિર રહેશે તો લાંબો ગાળે ઉદ્યોગકારો પાસે શટડાઉન લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેઓએ જણાવ્યુ છે કે, ગેસના ભાવમાં વધારો કરવાની સાથેસાથ વધારાની બેંક ગેરેંટી માંગવામાં આવે છે ત્યારે ગુજરાત ગેસ કંપનીના કાયમી ગ્રાહક એવ સિરામિક ઉદ્યોગકરોએ અગાઉ બેંક ગેરેંટી આપેલી જ છે અને હાલમાં આર્થિક મુશ્કેલી વધુ છે ત્યારે આટલી મોટી રકમ સબમિટ કરીને રકમને બ્લોક કરવી તેવું ન થાય તે માટે બેંક ગેરેંટીમાં રાહત મળે તેવો વૈકલ્પિક કાઢવામાં આવે તે જરૂરી છે

મોરબીના મોટાભાગના સિરામિક ઉદ્યોગકારો ગુજરાત ગેસ કંપનીની સાથે કરાર કરીને ગેસ મેળવી રહ્યા છે તો પણ તેની પાસેથી કરારના ભાવ મુજબની બેંક ગેરેંટી લેવામાં આવતી નથી વધુ બેંક  ગેરેંટી લેવામાં આવી રહી છે ત્યારે સિક્યોરિટી માટેની શરતોમાં સુધારો કરીને ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગકારોને મદદ કરવામાં આવે તો અહીના ઉદ્યોગકારોને મોટી રાહત થાય તેમ છે અત્રે ઉલેખનીય છે કે, હાલમાં આર્થિક મુશ્કેલી છે ત્યારે ઘણા ઉદ્યોગકારોને વધારાની બેંક ગેરેંટી કેવી રીતે આપવી અને ક્યાથી આપવી તે પ્રશ્ન સતાવી રહ્યો છે મોરબીનો સિરામિક ઉદ્યોગ દાયકાઓમાં ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે કેમ કે, કોરોના પછી ખર્ચઓ નિશ્ચિત છે અને બજાર પણ અનિશ્ચિત છે ત્યારે ગુજરાત ગેસ કંપની દ્વારા તેના મુખ્ય ખરીદદારની મુશ્કેલીઓને ધ્યાને લઈને તેની શરતોમાં ફેરફાર કરીને નોન એમજીઓ દર મુજબ વધારાની સિક્યોરિટીઝની માંગ કરવાના બદલે જો એમજીઓ કરાર કર્યા હોય તેની પાસેથી એમજીઓ કરાર મુજબ વધારાની સિક્યોરિટીઝની માંગ કરવામાં આવે તો ઉદ્યોગકારોને હુંફ મળે તેમ છે






Latest News