મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા ગામ નજીક કારખાનામાં લેબર કોલોનીમાં છત ઉપરથી નીચે પડતા યુવાનનું મોત


SHARE











વાંકાનેરના ઢુવા ગામ નજીક કારખાનામાં લેબર કોલોનીમાં છત ઉપરથી નીચે પડતા યુવાનનું મોત

વાંકાનેરના ઢુવા ગામ નજીક આવેલ સમ્રાટ સેનેટરીવેર નામના કારખાનાના લેબર ક્વાર્ટર માં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન લેબર કોલોની છત ઉપરથી અકસ્માતે નીચે પડતા તેને શરીરે ગંભીર  ઇજાઓ થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લાવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામા આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ યુપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ સમ્રાટ સેનેટરીવેર નામના કારખાનાની લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા પ્રહલાદ પશુરામભાઈ કુશવાહા (46) નામનો યુવાન લેબર કોલોનીની છત ઉપરથી અકસ્માતે નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કરીને યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની જીતેન્દ્રકુમાર દીક્ષિત (27) રહે હાલ સમ્રાટ સેનેટરીવેર લેબર કોલોની મૂળ રહે યુપી વાળાએ જાણ કરતાં પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બિયરના બે કેન ઝડપાયા, આરોપીની શોધખોળ
હળવદ તાલુકાના માથક ગામે રહેતા પીન્ટુભાઇ બોરાણીયાના રહેણાક મકાનમાં દારૂ બિયરનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બિયર ના 500 એમએલના બે કેન મળી આવ્યા હોય પોલીસે 440 ની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો જો કે પોલીસે રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પીન્ટુભાઇ અશોકભાઈ બોરાણીયા રહે. માથક તાલુકો હળવદ વાળા સામે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News