મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાંથી જામગરી બંદૂક સાથે એક ઝડપાયો


SHARE







મોરબીના વીસીપરામાંથી જામગરી બંદૂક સાથે એક ઝડપાયો

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ પ્રજાપતિ કારખાના પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટની એક જામગરી બંદૂક મળી આવી હોય પોલીસે 2000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં પ્રજાપત કારખાના પાસે જાહેરમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટની એક જામગરી બંદૂક મળી આવી હતી જેથી કરીને પોલીસે 2000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યો હતો અને આરોપી સાગરભાઇ ચતુરભાઈ દારોદરા (43) રહે ગુલાબનગર વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં આગળની તપાસ પોલીસે હાથ કરી છે

યુવાન સારવારમાં
મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતો અશ્વિન રામજીભાઈ ભૂંભરિયા (27) નામનો યુવાન ઘૂટું અને પીપળી વચ્ચે ઘઉંમાં નાખવાનો પાવડર પી જતાં તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ એ.એમ. ગરીયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબીના થોરાળા ગામે રહેતો કૌશિક હરજીવનભાઈ અંબાણી (36) નામનો યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે બાઈકની આડે ગામના પાદર પાસે પશુ આવી જતા તેની સાથે બાઈક અથડાયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થતાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News