મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં 21 વર્ષ પહેલા લાંચ લેવાના કેસમાં સેશન્સ કોર્ટે આપેલા ચુકાદાને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખ્યો


SHARE











મોરબીમાં 21 વર્ષ પહેલા લાંચ લેવાના કેસમાં સેશન્સ કોર્ટે આપેલા ચુકાદાને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખ્યો

મોરબીમાં વર્ષ 2004 માં આરટીઓ અધિકારી એજન્ટ મારફતે ખાનગી બસના સંચાલકો પાસેથી લાંચ માંગી હતી અને તે લાંચની રકમ લેતાની સાથે જ એસીબીએ ગોઠવેલ છટકામાં ઝડપાઇ ગયા હતા અને તે લાંચનો કેસ મોરબીની સેસન્સ કોર્ટનાં ચાલી ગયો હતો જેમાં બંને આરોપીઓને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હતો. જેને હાઈકોર્ટ સમક્ષ સરકાર દ્વારા પડકારવામાં આવ્યો હતો જો કે, હાઈકોર્ટે સેસન્સ કોર્ટનાં હુકમને યોગ્ય અને કાયદેસરનો ઠરાવતો હુકમ ગ્રાહ્ય રાખ્યો છે.

આ કેસની વિગત એવી હતી કે, તા 11/4/2004 ના રોજ મોરબીમાં જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસમાં ફરિયાદીની બસ ત્થા અન્ય લોકોની બીજી પાંચ મીની બસો પર ખોટી રીતે કેસો નહીં કરી, હેરાનગતિ ન કરવા માટે પ્રતિ બસ પેટે માસિક રૂપિયા 300 લેખે કુલ છ બસના 3000 રૂપિયાની લાંચ જે તે સમયના આર.ટી.ઓ. ઑફિસર દ્વારા આર.ટી.ઓ. એજન્ટ મારફતે માંગવામાં આવી હતી. અને લાંચની રકમ સ્વીકારતાંની સાથે જ એ.સી.બી.ના છટકામાં ઝડપાઈ ગયા હતાં. જે અંગેનો કેસ મોરબી સેસન્સ કોર્ટમાં ચાલી જતાં સ્પેશિયલ કોર્ટે બંન્ને આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો જે હુકમને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સરકાર દ્વારા પડકારવામાં આવ્યો હતો અને તેણી આખરી સુનાવણી હાઈકોર્ટની વેકેશન બેંચ સમક્ષ નીકળતાં હાઈકોર્ટે કેસ-પુરાવાઓનું પુનઃમુલ્યાંકન કરી સરકારની અપિલને નામંજુર કરી આરોપીઓને નિર્દોષ ઠરાવવાના સેસન્સ કોર્ટનાં હુકમને યોગ્ય અને કાયદેસરનો ઠરાવતો હુકમ ગ્રાહ્ય રાખ્યો છે. ઉલેખનીય છેકે, હાઈકોર્ટે પોતાના ચુકાદામાં નોંધેલ છે કે આરોપી આરટીઓ અધિકારી ટ્રાયલ દરમિયાન ગુજરી ગયેલ હતા જેથી આરોપી આરટીઓ એજન્ટએ લીધેલ લાંચના રકમનો બચાવ કાયદાની દ્રષ્ટિએ કાયદેસરનો હતો. ઉપરાંત ફરિયાદ પક્ષનાં સાહેદોની કોર્ટ રૂબરૂની જુબાનીઓમાં મહત્વનાં મુદ્દા ઉપર વિસંગતાઓ જણાય આવે છે. જે ફરિયાદપક્ષનાં કેસને ગંભીર હાની-ક્ષતિ પહોંચાડે છે. આ કેસમાં આરોપી વતી હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જીતેન એમ. બુધ્ધભટ્ટી રોકાયેલ હતા.






Latest News