મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો ખોલવા માટે અરજીઓ મંગાવાઈ


SHARE











માળીયા (મી)માં સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો ખોલવા માટે અરજીઓ મંગાવાઈ

સરકારનાં અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગનાં સંકલિત ઠરાવ ક્રમાંક : વભદ/૧૦/૨૦૧૫/૨૬૨૪/ક તા.૨૬/૦૮/૨૦૧૫ ની જોગવાઇઓ પ્રમાણે માળીયા (મીં) તાલુકાના માળીયા-૪ ગામ/ વિસ્તારમાં સા.શૈ.પછાત વર્ગને અગ્રતાક્રમ સાથે નવા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્ય વાજબી ભાવની દુકાન) ખોલવાના થાય છે. જે અન્વયે ઉકત જણાવેલ ઠરાવમાં દર્શાવેલ અગ્રતાક્રમ તેમજ શરતો મુજબ વાજબી ભાવની દુકાન શરૂ કરવા માટે નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.

નિયત નમુનામાં કોરા અરજીપત્રકો (અગ્રતાક્રમ તથા બોલીઓ અને શરતો) જે તે તાલુકા મામલતદાર કચેરીથી રૂબરૂમાં વિનામુલ્યે કામકાજના કલાકો દરમિયાન તા.૧૪/૦૬/૨૦૨૫ સુધીમાં (જાહેર રજાના દિવસો સિવાય) અથવા સરકારશ્રીના https://ipds.gujarat.gov.in/iLMS પોર્ટલ પરથી મેળવી લેવાના રહેશે. અરજદારે વિભાગના તા.૨૬/૦૮/૨૦૧૫ ના ઠરાવમાં નિયત થયેલ નમુનામાં અરજી પત્રકો સંપુર્ણ વિગતો અને જરૂરી પુરાવા સાથે ભરી તે જ કચેરીમાં તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીમાં પહોંચાડવા તથા ઓનલાઇન ભરી આપવાના રહેશે. અરજીપત્રક ઉપર રૂ.૧૦૦/- ની કિંમતનો નોન-જ્યુડીશ્યલ એધેસીવ સ્ટેમ્પ લગાવવાનો રહેશે. મુદત બહાર તેમજ અધુરી વિગતે રજુ થયેલ અરજી પત્રકો રદબાતલ ગણવામાં આવશે. આ જાહેરાતથી જે દુકાનો માટે અરજી આવશે તેની વિભાગના તા.૨૬/૦૮/૨૦૧૫ ના ઠરાવના નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવું મોરબી જિલ્લા પુરવઠા કચેરીની યાદીમાં જણાવાયું છે.






Latest News