મોરબીના જમના એપાર્ટમેન્ટમાં ગળાફાંસો ખાઇને વૃદ્ધે કર્યો આપઘાત: શક્તિનગર સોસાયટીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની બે રેડ: ત્રણ શખ્સ પકડાયા​​​​​​​ 


SHARE







મોરબીમાં જુગારની બે રેડ: ત્રણ શખ્સ પકડાયા 

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા હતા ત્યારે ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી અને સ્થળ ઉપરથી બે શખ્સો મળી આવ્યા હોય પોલીસ તેની પાસેથી 840 ની રોકડ કબજે કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મળતી વિગત પ્રમાણે મોરબીમાં બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મહારાણા પ્રતાપ સર્કલ પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રકાશભાઈ પ્રવીણભાઈ પીઠડ (31) રહે. જાંબુડીયા તથા દક્ષકભાઈ રમેશભાઈ બારવા (22) રહે. મહેન્દ્રનગર ઉમા વિલેજ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 840 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

વરલી જુગાર

મોરબીમાં વાંકાનેર દરવાજા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા મહમદભાઇ હસનભાઇ સુમરા (38) રહે. વનાળીયા ગામ વાળો મળી આવેલ હતી જેથી પોલીસે 420 રૂપિયાની રોકડા સાથે તેની ધરપકડ કરીને ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News