મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

ટંકારા લૂંટા કેસ: કારખાનનો શેડ ભાડે આપનાર સામે પણ ગુનો નોંધાયો


SHARE







ટંકારા લૂંટા કેસ: કારખાનનો શેડ ભાડે આપનાર સામે પણ ગુનો નોંધાયો

ટંકારા નજીક આંગડિયા પેઢીના માલિક પાસેથી રોકડા 90 લાખની લૂંટ કરવામાં આવી હતી. જે ગુનામાં ટંકારા નજીક કારખાનુ ધારવતા શખ્સને પકડીને પોલીસે તેને રિમાન્ડ મેળવ્યા છે જો કે, તે કારખાનાનો શેડ ભાડે રાખવામા આવ્યો હતો પરંતુ તેના ભાડા કરારની નકલ પોલીસને આપવામાં આવી ન હતી જેથી શેડના માલિકની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

રાજકોટના રહેતા આંગડિયા પેઢીના સંચાલક નિલેષભાઇ ભાલોડીએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 90 લાખની લૂંટની ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પહેલા પોલીસે પહેલા બે આરોપીને પકડ્યા હતા જે હાલમાં રિમાન્ડ ઉપર છે જો કે, આ ગુનામાં હજુ પાંચ આરોપી હીતેષભાઇ પાંચાભાઇ ચાવડા, નિકુલભાઇ કાનાભાઇ અલગોતર, દર્શીલ ભરવાડ, કાનો આહીર અને એક અજાણ્યો શખ્સ પકડવાના બાકી છે તેવામાં પકડાયેલ આરોપીઓ જે જગ્યા ઉપર રોકાયેલ હતા તે કારખાના વાળા દિગ્વિજય અમરાશીભાઈ ઢેઢી (32) રહે. લખધીરગઢ વાળાની ધરપકડ કરેલ હતી અને તેના 30 તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા છે અને આ શખ્સે જ ટીપ આપી હોવાનું સામે આવ્યું છે જો કે, દિગ્વિજય ઢેઢીએ જબલપુર રોડે આવેલ બાલાજી કયોર નામના કારખાનામાં આરોપીને રાખ્યા હતા તે કારખાનાનો શેડ તેને ભાડે રાખેલ હતો જો કે, શેડના માલિકે ભાડા કરારની કોપી પોલીસને આપેલ ન હતી જેથી કરીને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ટંકારાના લતીપર રોડ પર જબલપુર ગામની સીમમાં બાલાજી કોયર નામનો કારખાનાનો શેડ ભાડે આપનારા અંબારામભાઈ પોપટભાઈ બોડા (76) રહે. જબલપુર તાલુકો ટંકારા વાળાની સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News