મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા યક્ષદાદાના સાનિધ્યમાં માધાપર ખાતે સર્વજ્ઞાતિ સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવ યોજાયો


SHARE







કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા યક્ષદાદાના સાનિધ્યમાં માધાપર ખાતે સર્વજ્ઞાતિ સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવ યોજાયો

 


યક્ષ મંદિર માધાપર મધ્યે પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છના લોકલાડીલા સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા કચ્છમાં પ્રથમ સમરસ સર્વ જ્ઞાતિ સમુહ લગ્ન ભવ્ય રીતે લાગણીસભર
આત્મીયતા સાથે સંપન થયા હતા.સમુહ લગ્નોત્સવ માં પ્રભુતામાં પગલાં માંડતા નવ યુગલોને શુભ આશિષ આપવા કચ્છ અને મોરબી ના સામાજીક, રાજકીય આગેવાનો ઉપરાંત દાતાશ્રીઓ, સ્નેહીજનો, શુભેચ્છકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજ માં એકતા,સમરસતા,દરેક નાના મોટા ના સહકાર, ઢોલ શરણાઇના સુર સાથે ૨૯ વરઘોડિયા લગ્ન મંડપમાં પધાર્યા હતા.લગ્ન ગીતો અને આશિષ પાઠવતી સુરાવલી વચ્ચે મહાલક્ષ્મી ધામ-આચાર્ય હિતેશ મારાજ દ્વારા સપ્તપદીના ફેરા અને લગ્નવિધિ પરીપુર્ણ કરવામાં આવી હતી.

આ અંગે વરવધુને આશિષ પાઠવતા વિનોદભાઇએ શાબ્દિક આવકાર આપતા જણાવ્યુ હતું કે, દેશનાવડાપ્રધાન કચ્છ પધારી રહ્યા છે ત્યારે તેમના સમરસતા અને સૌને સાથે લઈને ચાલવાના સિદ્ધાંતને અનુસરી કચ્છ જીલ્લામાં સૌ પ્રથમવાર આ સમરસ સર્વજ્ઞાતિય સમુહ લગ્ન નું આયોજન થયેલ છે. જેમાં તમામ સમાજના લોકોને સાથે લઇ આ ભવ્ય આયોજન કરાયું છે. સમુહ લગ્નોત્સવમાં કુલ ૩૬ સમૂહ લગ્ન યોજાયા હતા.જેમાં ૭ મુસ્લિમ સમાજના લગ્ન. તારીખ ૨૪-૫ ના સવારે ગણેશ સ્થાપના, મંડપારોપણ, હસ્તમેળાપ, ભોજન સમારંભ બાદ ભાવ સભર કન્યા વિદાય આપવામાં આવી હતી.સમુહ લગ્ન મહોત્સવમાં ઉપસ્થિત રહેનાર અને મંચસ્થ મહાનુભાવોમાં કચ્છ વિભાગ સંઘ સંચાલકજી હિમ્મતભાઈજી વસણ, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ, કચ્છ જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહજી જાડેજા, ધારાસભ્યઓ કેશુભાઇ પટેલ,  ત્રિકમભાઈ છાંગા, અનિરૂધ્ધભાઇ દવે, માલતીબેન મહેશ્વરી, પ્રધુમન સિંહ જાડેજા, અને મોરબી ધારાસભ્ય કાન્તિભાઇ અમૃતિયા, RSS સંઘના
રવજીભાઇ ખેતાણી, નારાણભાઇ વેલાણી, નવીનભાઇ વ્યાસ, અંગદાન પ્રણેતા દીલીપભાઇ દેશમુખ,પૂર્વ અધ્યક્ષ પુર્વ ધારાભ્ય નિમાબેન આચાર્ય, પૂર્વ જીલ્લા પંચાયત અધ્યક્ષ પારૂલબેન કારા, પૂર્વ ભાજપ પ્રમુખ દિલિપભાઇ ત્રિવેદી, મોરબી મહામંત્રી કે.એસ. અમૃતિયા, તથા જેઠાભાઇ મિયાત્રા, તથા કચ્છ જીલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઇ આચાર્ય, નરેન્દ્રભાઇ પ્રજાપતિ, દિલીપભાઇ શાહ, પૂજનીય સંતોમાં પરમ પૂજય મહંતશ્રી ભરતદાદા ગુરુ દેવજી દાદા હાજલ દાદાનો અખાડો ભારાપર, પરમ પૂજય મહંતશ્રી જગદીશદાસ બાપુ ભજન ભોયરા મોટા બંદરા રવિભાણ આશ્રમ, પરમ પૂજય લઘુ મહંતશ્રી સુરેશદાસ બાપુ રામ મંદિર વિરાણી મોટી, પરમ પૂજય શ્રી કિશોર દાસજી મહારાજ સેવા સ્મરણ કુટિયા વરલી, પરમ પૂજય શ્રી લઘુમહંત, મુકુલદાસ બાપુ રવિભાણ આશ્રમ બીબર, પરમ પૂજય સંતશ્રી વિશનજી દાદા કાપડી વિછિયા સામંત રાજા દાદાનો આખાડો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જી.પ. સદસ્ય, તા.પ. સદસ્ય, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન દરમિયાન તમામ પ્રસંગો સફળતા પુર્વક પાર પડે તે માટે સમુહ લગ્ન સમિતિ દ્વારા તમામ નાની મોટી વ્યવસ્થા કરવામાં આવેલ છે. કન્યા દાનમાં સહયોગી દાતાઓનું સન્માન કરવામાં આવેલ.મુખ્ય ભોજનના દાતા, તેમજ કીટ, મંડપ, અન્ય કન્યાદાનના દાતાઓનું સમિતિ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. સમાજ નવ નિર્માણ ટ્રસ્ટનાં પુનમભાઇ મકવાણા, મનીષભાઇ બારોટ, અરવિંદભાઇ લેઉવા તેમજ જેન્તિભાઇ, કિશોરભાઇ મહેશ્વરી, હિતેશભાઇ ખંડોલ, મિતભાઇ ઠક્કર, દિનેશભાઇ ઠક્કર, મયૂરસિંહ જાડેજા વિગેરે હાજર રહ્યા હતા.






Latest News