મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

ઓનલાઈન ફ્રોડ: હળવદના ચરાડવા ગામે રહેતા યુવાનને રિક્ષાનો હપ્તો ભરવા માટે સ્કેનર મોકલીને કરી 10,192 ની છેતરપિંડી


SHARE







ઓનલાઈન ફ્રોડ: હળવદના ચરાડવા ગામે રહેતા યુવાને રિક્ષાનો હપ્તો ભરવા માટે સ્કેનર મોકલીને કરી 10,192 ની છેતરપિંડી

હળવદના ચરાડવા ગામે રહેતા યુવાને હપ્તેથી રીક્ષા લીધેલ હતી જે રીક્ષાનો હપ્તો ચડી ગયેલ છે તે બાબતે ફોન ઉપર વાત કરી હતી અને ત્યાર બાદ ફરિયાદી યુવાનને વ્હોટ્સએપમાં સ્કેનર મોકલાવવામાં આવ્યું હતું જેથી યુવાને ફોન પે મારફતે 10,192 રૂપિયાની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી હતી જોકે, રીક્ષાનો કોઈ હપ્તો ભરાયો ન હતો અને તેને રૂપિયા પાછા આપવામાં આવ્યા ન હતા જેથી ભોગ બનેલ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ ધારક તથા અન્ય એક મહિલા આમ બે વ્યક્તિઓની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદના ચરાડવા ગામે રાજપૂત શેરીમાં રહેતા મનોજભાઈ વાલજીભાઈ હળવદિયા (38)મોબાઈલ નંબર 7984977871 ના ધારક તથા અર્ચનાબેન નામની વ્યક્તિની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, તેને બજાજ કંપનીમાંથી બોલતા હોવાનું ફોન ઉપર કરીને રીક્ષાનો હપ્તો ચડી ગયેલ છે તેવું ફોન આરોપીઓ દ્વારા કહેવામા આવ્યું હતું અને તેઓને વિશ્વાસમાં લઈને વ્હોટ્સ એપમાં સ્કેનર મોકલાવવામાં આવ્યું હતું જેથી કરીને યુવાને તેના એસબીઆઇ બેન્કના એકાઉન્ટમાંથી ફોન પે મારફતે 10,192 રૂપિયાની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી હતી જે રૂપિયમાંથી રીક્ષાનો હપ્તો ભરવામાં આવેલ ન હતો અને તે રૂપિયા ફરિયાદી યુવાનને પાછા પણ આપવામાં આવ્યા ન હતા જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોબાઈલના ધારક તથા મહિલાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News