મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે લગ્ન પ્રસંગમાં આવેલા બે પાડોશીઓ વચ્ચે અગાઉ બાથરૂમ બાબતે થયેલ માથાકૂટનો ખાર રાખીને મારામારી


SHARE







મોરબીના ઘૂટું ગામે લગ્ન પ્રસંગમાં આવેલા બે પાડોશીઓ વચ્ચે અગાઉ બાથરૂમ બાબતે થયેલ માથાકૂટનો ખાર રાખીને મારામારી

મોરબીના ઉંચી માંડલ ગામે પ્લોટ વિસ્તારમાં અગાઉ બાથરૂમ બનાવવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી ત્યારબાદ તેઓ મોરબીના ઘૂટું ગામે લગ્ન પ્રસંગમાં ભેગા થયા હતા ત્યાં બોલાચાલી, ગાળા ગાળી અને મારામારી થઈ હતી જે બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઉચી માંડલ ગામે રહેતા નીતિનભાઈ ભરતભાઈ લાંબરીયા (22)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાનાભાઈ નવઘણભાઈ કાટોડીયા રહે. ઉચી માંડલ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ ઘૂટું ગામે રામનગરી સોસાયટીમાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા ત્યારે આરોપી સાથે અગાઉ ઘરની પાસે બાથરૂમ બનાવવા બાબતે બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખારાખીને આરોપીએ તેને છરી બતાવીને ગાળો આપી હતી અને મુંઢ માર માર્યો હતો. જેની ફરિયાદ નોંધાય છે તો સામાપક્ષેથી જોધાભાઈ ઉર્ફે કાનાભાઈ નવઘણભાઈ કાટોડીયા (23)નીતિનભાઈ ભરતભાઈ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ ઘૂટું ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારે આરોપીએ અગાઉ ઘરની પાસે બાથરૂમ બનાવવા બાબતે બોલાચાલી થયેલ હતી તે બાબતનો ખા રાખીને લાકડી વડે તેઓને માથા અને પગ ઉપર માર મારીને ઈજા કરી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આમ મારામારીના આ બનાવમાં બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News