મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના રાજપર નજીક કારખાનામાં કામ કરતાં મહિલાનો હાથ મશીનમાં આવી જતાં સારવારમાં


SHARE







મોરબીના રાજપર નજીક કારખાનામાં કામ કરતાં મહિલાનો હાથ મશીનમાં આવી જતાં સારવારમાં

મોરબીના રાજપર ગામ નજીક આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન આધેડ મહિલાનો હાથ મશીનમાં આવી ગયો હતો. જેથી તેને ઈજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા પાર્વતીબેન મૂળજીભાઈ પટેલ (51) નામની મહિલા ઉન્નતિ પ્લાસ્ટિક નામના કારખાનામાં મશીન ઉપર કામ કરી હતી દરમિયાન કોઈ કારણસર તે મહિલાનો હાથ મશીનમાં આવી જવાના કારણે તેને ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાનને માર માર્યો

મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ શિવમ બ્લેક રોક ખાતે રહેતા હસીરભાઈ ગિદારભાઈ બરડે (28) નામના યુવાનને એફિલ વિટ્રીફાઈડ પાસે કોઈ કારણોસર જગદીશભાઈ નામના વ્યક્તિએ ઝઘડો કરીને લોખંડના કટ્ટા વડે માર મારતા ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.

બાળક સારવારમાં

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા પરિવારના હાસિલ સંજયભાઈ ઇન્દરિયા (7) નામના બાળકને સાયકલ ઉપરથી પડી જવાને કારણે ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરેલ છે.






Latest News