મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા ઉદ્યોગકારોના સહકારથી રાહતદારે ચોપડા-સ્ટેશનરી વિતરણનું આયોજન


SHARE







મોરબી ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા ઉદ્યોગકારોના સહકારથી રાહતદારે ચોપડા-સ્ટેશનરી વિતરણનું આયોજન

મોરબીના ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા મોરબીના વિદ્યાર્થીઓ માટે બે ઉદ્યોગકારોના સહયોગથી રાહતદારે ચોપડા અને સ્ટેશનરીના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્લાસમેટ કંપનીના ફુલસ્કેપ ચોપડા, સ્કૂલબેગ, કંપાસ બોક્સ વગેરે 40 થી વધુ રાહત દરે આપવામાં આવશે. જેથી તેનો વધુમાં વધુ લોકોએ લાભ લેવા માટે આયોજકે અનુરોધ કર્યો છે.

વર્ષ 2025-26 નું નવું શૈક્ષણિક શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે મોરબીના ફ્રી ટિફિન સેવા પરિવાર, મોરબી શ્રીમદ રાજચંદ્ર પરિવાર ધરમપુર દ્વારા મેટ્રો સિરામિક તથા લેનકોસા સીરામીકના સહયોગથી મોરબીના વિદ્યાર્થીઓ માટે બ્રાન્ડેડ ક્લાસમેટ કંપનીના ફુલ સ્ટેપ બુક તથા અન્ય સ્ટેશનેરી 40 ટકાથી વધુ રાહત દરે વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને એક અઠવાડિયા સુધી એટ્લે કે તા. 25 મે થી તા. 1 જુન સુધી “આશીર્વાદ” શક્તિ પ્લોટ શેરી નંબર-9 , રવાપર રોડ, મોરબી ખાતે સવારે 7:00 થી 12:00 સાંજે 4:00 થી 7:00 સુધી વિતરણ ચાલુ રહેવાનુ છે જેથી મોરબીની દરેક સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓમોટી સંખ્યામાં પ્રોજેક્ટનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે. વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, આ પ્રોજેક્ટમાં કોઈપણ સ્કૂલ પોતાના વિદ્યાથીઓ માટે કોઈ એક ફિક્સ સમય અને તારીખ નક્કી કરવા ઇચ્છતી હોય તો ડો. રવિન્દ્ર ભટ્ટ (98982 88777), સુનિલભાઈ કચોરીયા (9408101954) કે મિહિરભાઇ મહેશ્વરી (9426221848)નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News