મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિનો વર્ગ શરૂ થયો


SHARE











વાંકાનેર ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિનો વર્ગ શરૂ થયો

સંગઠિત મહિલા શક્તિ દ્વારા રાષ્ટ્ર નિર્માણના પવિત્ર કાર્ય માટે ૧૯૩૬ માં શરૂ થયેલ રાષ્ટ્ર સેવિકા સમિતિનું કાર્ય ભારતના તમામ પ્રાંતો અને જિલ્લાઓ અને નગર સુધી પ્રસર્યું છે.સૌરાષ્ટ્ર પ્રાંતમાં રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો દ્વારા શાખાઓ દૈનિક તથા સાપ્તાહિક ધોરણે લાગે છે. સૌરાષ્ટ્ર પ્રાંતનો  રાષ્ટ્ર સેવિકા સમિતિનો પ્રશિક્ષણ વર્ગ તાજેતરમાં વાંકાનેર ખાતે પ્રારંભ થયો હતો.

સૌરાષ્ટ્ર પ્રાંતનો પ્રવેશ શિક્ષા વર્ગ વાંકાનેર  મધ્યે યોજવામાં આવ્યો છે.વર્ગાધિકારી પૂનમબેન રાવલ અને પ્રાંત કાર્યવાહીકા નીતાબેન જાનીનું માર્ગદર્શન રહેશે.શિક્ષિકાઓ દ્વારા દંડ, નિયુદ્ધ(કરાટે), સમતા,ઘોષ (બેન્ડ) નું વર્ગ દરમિયાન પ્રશિક્ષણ કરવામાં આવશે.આ વર્ગમાં કુલ ૫૨ શિક્ષાર્થીઓ જે આખા સૌરાષ્ટ્રના કુલ ૧૩ સ્થાનોથી આવેલા છે.જેઓ પૂર્ણ સમય સંકુલમાં જ રોકાઈને ભારત માતાની સેવા કરવા માટે પ્રાતઃ ૫ થી લઈ રાત્રીના ૧૦:૩૦ સુધી શારીરિક, બૌદ્ધિક, ચર્ચા, ગીત જેવા વિવિધ સત્રો દ્વારા "નારી કભી ના હારી" જેવા સૂત્ર ને ચરિતાર્થ કરવા સ્વની સાધના કરશે.૧૦ શિક્ષિકા, ૧ પ્રબંધિકા, ૬ અધિકારી માર્ગદર્શન આપી રહ્યા છે.આ ૧૦ દિવસની સાધના અંતર્ગત બહેનોનો શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આત્મિક વિકાસ થાય તે માટે યોગ, આસન, દંડ, નીયુધ્ધ, ઘોષ, સમતા, ચર્ચા જેવા અનેક વિવિધ વિષયોથી બહેનોનું ધડતર  થાય છે.શાખા દ્વારા ગુણવત્તાયુક્ત સેવિકાઓનું ધડતર થઈ રાષ્ટ્ર પ્રથમનો ભાવ જાગૃત  કરીને દેશ સેવા, દેશ કાર્ય કરવામાં આવતું હોય છે.






Latest News