મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી કલેકટરે પ્રાંત કચેરીના હુકમને રદ કરીને પક્ષકારોના કબ્જા બાબતે સ્થળ સ્થીતી અંગે ખરાઈ કરાવી જુના આધાર પુરાવાઓ મેળવી નીર્ણય કરવા કેસ રીમાન્ડ કર્યો


SHARE







મોરબી કલેકટરે પ્રાંત કચેરીના હુકમને રદ કરીને પક્ષકારોના કબ્જા બાબતે સ્થળ સ્થીતી અંગે ખરાઈ કરાવી જુના આધાર પુરાવાઓ મેળવી નીર્ણય કરવા કેસ રીમાન્ડ કર્યો

મોરબી કલેકટરે પ્રાંત કચેરીના હુકમને રદ કરીને પક્ષકારોના કબ્જા બાબતે સ્થળ સ્થીતી અંગે પુરતી ખરાઈ કરાવીને જુના આધાર પુરાવાઓ મેળવીને વિગતો ચકાસી નીર્ણય કરવા કેસ રીમાન્ડ

આ કેસની ટુંકમા હકીકતો એવી છે કે ગૌરવભાઈ હરજીવનભાઈ કૈલા વિગેરે મહેન્દ્રનગર રોડ મોરબીનાઓએ ઘુંટુ ગામના કાંતીલાલ ભીખાભાઈ કૈલા વિગેરે સામે મોરબી તાલુકાના ઘુંટુ ગામેની ખેતીની સીમ જમીન સ.નં.૧૧૪ ની એ.૮-૦૮ ગુઠા તથા પોત ખરાબો ૦-૩૬ પ્રમોલગેશન નોંધ નાં. ૧૧૨ થી નાગજીભાઈ જીવાભાઈ, ત્રીભોવનભાઈ જીવાભાઈના નામે ચાલતી હતી.જે જમીન વહેચણીમા નાગજીભાઈના ભાગેએ.૫-૨૦ ગુઠા તથા ત્રીભોવનભાઈના ભાગમા એ.૨-૨૮ ગુઠા નોંધાયેલ.

પરંતુ નોંધ નાં.૧૧૨૭,૧૧૨૮ તથા ૪૫૦૦ મા કોડ થયેલ ન હોવાથી ક્ષેત્રફળ સુધારો કરી આપવા વિગેરે મતલબેની તેઓએ મોરબીના મહે. પ્રાંત અધીકારી સમક્ષ અપીલ નાં.૧૪૭/૨૦૨૩ થી ક્ષેત્રફળ સુધારો કરી આપવા વિગેરે મતલબેની અરજી ગૈરવભાઈ વિગેરે સામે કરતા તે અપીલ મંજુર થતા તે નીર્ણય સામે ગૌરવભાઈ હરજીવનભાઈ કૈલા વિગેરેએ મોરબીના મહે. જીલ્લા કલેકટર સાહેબની કચેરીમા રીવીઝન નાં.૨૮/૨૪ થી દાખલ કરી સદરહુ હુકમ રદ કરવા રીવીઝન દાખલ કરેલ અને મુળ નોંધ જેમા સરખા ભાગ પડેલા તે નોંધ કાયમ રાખવા અને નોંધ ના. ૧૧૨૭,૧૧૨૮ તે ગેરકાયદેસરની અને દસ્તાવેજી પુરાવાઓ વગરની હોવાની કાયદાકીય ધારદાર અરજદારો પક્ષે એડ.ભાવેશભાઈ ફુલતરીયા અને એડ.રાજેશભાઈ જોષીની રજુઆતો ઘ્યાને લઈને જીલ્લા કલેકટર મોરબીનાઓએ સદરહુ પ્રાંત કચેરી મોરબીનો હુકમને રદ કરીને પક્ષકારોના કબ્જા બાબતે સ્થળ સ્થીતી અંગે પુરતી ખરાઈ કરાવીને જુના આધાર પુરાવાઓ મેળવીને વિગતો ચકાસી નીર્ણય કરવા કેસ રીમાન્ડ કરવાનો હુકમ તા.૧૦-૫-૨૫ ના રોજ કરવામા આવેલ છે. અરજદાર પક્ષે મોરબીના વકીલ ભાવેશ ભાઈ ડી.ફુલતરીયા તથા રાજેશભાઈ જે.જોષી રોકાયેલા હતા.






Latest News