મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

હળવદની દુકાનમાંથી રોકડા ૩૦ હજારની ચોરી, ગુનો નોંધાયો


SHARE







હળવદની દુકાનમાંથી રોકડા ૩૦ હજારની ચોરી, ગુનો નોંધાયો

હળવદ શહેરના સરા રોડ ઉપર આવેલ દુકાનોને તસ્કરોએ રાત્રિ દરમિયાન નિશાન બનાવી હતી અને દુકાનમાં પ્રવેશ કરીને દુકાનના ટેબલના ખાનામાં રાખેલા રોકડા ૩૦,૦૦૦ રૂપિયાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા દુકાનદાર દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજમાં દેખાઇ રહેલા તસ્કરને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ શહેરના શંકરપરા વિસ્તારમાં ડોકટર લીમ્બાસીયાના દવાખાના પાસે રહેતા પીન્ટુભાઇ સુરેશભાઈ ઠક્કર જાતે લોહાણા (ઉમર ૪૩)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેઓની દુકાનમાં ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે હળવદના સરા રોડ પર આવેલ તેઓની ૐ સેલ્સ એજન્સી નામની દુકાનના તાળા તોડીને તસ્કરો દ્વારા તેની દુકાનમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને દુકાનમાં ટેબલના ખાનાની અંદર રાખવામાં આવેલ રોકડા રૃપિયા ૩૦,૦૦૦ ની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા પિન્ટુભાઈ ઠક્કર દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવાતા પોલીસ દ્વારા દુકાનમાં મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને તેના આધારે દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

હદપારીના હુકમનો ભંગ

મોરબીના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર આવેલા યમુના પાર્ક જવાના રસ્તા ઉપર નિધિ પાર્કની પાછળના ભાગમાં રહેતા અબુભાઈ ફતેમામદ કટિયા (ઉંમર ૩૨) ને મોરબી, સુરેન્દ્રનગર રાજકોટ, જામનગર, કચ્છ જિલ્લા માંથી હદપાર કરવામાં આવેલ છે જેથી કરીને તેને હદ પર મુકવામાં આવેલ હતો તેમ છતાં પણ તે શખ્સ મોરબીના અમરેલી રોડ પર આવેલ નિધિ પાર્ક પાસેથી મળી આવેલ છે જેથી કરીને હદપારીના હુકમનો ભંગ કરેલ હોવાથી તેને બી ડિવિઝન પોલીસ દ્વારા પકડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News