મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે નસાની હાલતમાં રસ્તા ઉપર પટકાયેલ યુવાનનું માથામાં ઇજા થવાથી મોત


SHARE











વાંકાનેરના ઢુવા પાસે નસાની હાલતમાં રસ્તા ઉપર પટકાયેલ યુવાનનું માથામાં ઇજા થવાથી મોત

વાંકાનેરના ઢુવા ગામ નજીક આવેલ સિરામિક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન નસો કરી ગયો હતો અને નશાની હાલત માટે ચાલીને જતો હતો ત્યારે રસ્તામાં પડી જવથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ સનહાર્ટ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો શિવ સંજુભાઈ માવી (30) નામનો યુવાન નસો કરીને જતો હતો ત્યારે નશાની હાલતમાં તે રસ્તા ઉપર પડી ગયો હતો જેથી તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તે યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની દીપભાઈ લાલજીભાઈ જીવાણી (29) રહે. ગોલ્ડન હાઈટ 101 એસપી રોડ મોરબી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

ધાંગધ્રા તાલુકાના રાવડિયાવદરના રહેવાસી લવજીભાઈ ગોવિંદભાઈ દલવાડી (60) નામના વૃદ્ધ બાઈકમાં જતા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવેલ છે

મહિલા સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના નાનાભેલા ગામે રહેતા રંજનબેન રમેશભાઈ (39) નામના મહિલા બાઇકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી તેમને ઈજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

ટંકારા તાલુકાના ટાળા ગામે રહેતા સવિતાબેન ભૂત (57) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે બાઇક સ્લીપ થયું હતું અને મહિલાને ઈજા થતા ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની નક્ષત્ર હોસ્પિટલ ખાતે તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News