મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











મોરબીના બગથળા ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબીના બગથળા ગામે રહેતો યુવાન કોઈ કારણોસર ગામ પાસે આવેલ મંદિર નજીક તળાવના પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મૃતક યુવાનના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના બગથળા ગામે રહેતો મયુરભાઈ ભીખાભાઈ સરવૈયા (33) નામનો યુવાન બગથળા ગામ પાસે આવેલ ગથળીયા મંદિર નજીક પાણીના તળાવમાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતુ ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મૃતક યુવાનના પિતા ભીખાભાઈ પરસોતમભાઈ સરવૈયા (56) રહે. બગથળા વાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રિલોકધામ મંદિર પાસે રહેતા વિજયાબેન સવજીભાઈ (77) નામના વૃદ્ધાને કોઈ અજાણ્યા બાઇક ચાલકે ઠોકર મારતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેથી ઇજા પામેલ વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

સગીરાએ ઝેરી દવા પી લેતા સારવારમાં

હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતી પૂજાબેન દિનેશભાઈ આકરીયા (17) નામની સગીરાએ કોઈ કારણોસર ખળ બાળવાની ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને સગીરાએ કયા કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.






Latest News