મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 7 કરોડના 257 વિકાસ કામોની નવી દરખાસ્તો મંજૂર


SHARE







મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 7 કરોડના 257 વિકાસ કામોની નવી દરખાસ્તો મંજૂર

મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળની વર્ષ 2025-26 માટેની 7 કરોડના 257 જેટલા વિવિધ વિકાસ કામોની નવી દરખાસ્તો મંજૂર કરવા યોજાયેલી આ બેઠકમા તાલુકા આયોજન સમિતિઓ અને નગરપાલિકાઓ આપેલ કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ તકે વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ હેઠળના વર્ષ 2023-24 અને 2023-24 ના કામોની  સમીક્ષા કરાઈ હતી. અને સાંસદની જોગવાઈ હેઠળના 141 કામો પૈકીના પૂર્ણ થયેલા અને પ્રગતિના કામોની સમીક્ષા કરાઈ હતી. તેમજ કલેકટર કે. બી. ઝવેરીએ પ્રગતિ હેઠળના તથા પૂર્ણ થયેલા વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. નવા અને પ્રગતિના કામો ઝડપથી અને ગુણવત્તાસભર રીતે કરવા અધિકારીઓને સૂચના આપી હતી.  આ તકે સાસંદ કેસરીદેવસિંહ, ધારાસભ્ય દુર્લભજી દેથરિયા, કલેકટર કે. બી. ઝવેરી, અધિક કલેકટર એસ.જે.ખાચર, આયોજન અધિકારી વી.બી. માંડલિયા, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News