મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

મોરબીની મહાત્મા ગાંધી વિદ્યાલયના સંચાલકે માઉન્ટ આબુમાં એડવેન્ચર કોર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો


SHARE







મોરબીની મહાત્મા ગાંધી વિદ્યાલયના સંચાલકે માઉન્ટ આબુમાં એડવેન્ચર કોર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો

સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ ખાતે સાત દિવસીય એડવેન્ચર કોર્ષનું આયોજન થયું હતું. જેમાં મોરબી જિલ્લામાંથી એકમાત્ર મહાત્મા ગાંધી વિદ્યાલયના સંચાલક લાલજીભાઈ કુનપરાની પસંદગી થતાં આ કોર્ષ તેમણે સફળતા પૂર્વક પૂર્ણ કર્યો છે. જેઓ આવતા વર્ષે કુલ્લી મનાલી ખાતે સરકાર દ્વારા યોજાનાર શિબિરમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરગુજરાત સંચાલિત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ ખાતે ૫૦ થી ૬૦ વર્ષની વયના લોકો માટે સૌપ્રથમ વખતની બેન્ચની વિશિષ્ટ સાહસ શિબિર એટલે કે સાત દિવસીય એડવેન્ચર કોર્ષનું આયોજન થયું હતું. જેના માટે ગુજરાતભરમાંથી ૪૦ લોકોની પસંદગી કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લામાંથી એકમાત્ર મહાત્મા ગાંધી વિદ્યાલયના સંચાલક લાલજીભાઈ કુનપરાની પસંદગી થતાં તેઓએ આ કોર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો છે સાથે જ ગ્રુપના ડી.ઑ. તરીકેનું બહુમાન મેળવી જોશી (કમિશનરયુથ સર્વિસિસ એન્ડ કલ્ચરલ એક્ટિવિટી ગુજરાત રાજ્યગાંધીનગર) ના હસ્તે પ્રમાણપત્ર મેળવીને સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થાના મોરબી જિલ્લાના એમ્બેસેડર બન્યા છે.
 

લાલજીભાઈ કુનપરા દ્વારા આવતા વર્ષે કુલ્લુ મનાલી ખાતે સરકાર દ્વારા આયોજિત શિબિરમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.મન હોય તો માળવે જવાય આ યુક્તિ અનુસાર તેમની આ અનેરી સિદ્ધિ અને સફળતા બદલ તેઓ માર્ગદર્શક અમિતભાઈ ગોધાણીસ્પોન્સર મહેશભાઈ બી. ડાભીતથા તેમના પત્ની શિતલબેન કુનપરા અને પુરા પરિવારનો આભાર વ્યક્ત કરે છે. તેમની આ સિદ્ધિ બદલ વિદ્યાલય પરિવારઠાકોર સમાજતથા શુભેચ્છકો તરફથી ચોમેરથી પ્રસંશા અને અભિનંદન વર્ષા થઈ રહી છે અને માઉન્ટ આબુ ખાતે ઉંમર વર્ષ ૮ થી ૪૫ વયના લોકો માટે આગામી કેમ્પની માહિતી જોઈતી હોય તો સોમવારથી શુક્રવાર સવારે ૧૦ થી ૧૨ દરમિયાન લાલજીભાઈ કુનપરા (મો.૯૮૨૫૬ ૪૮૬૯૩) નો સંપર્ક કરવા જણાવ્યૂ છે.






Latest News