મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પ્રભારી સચિવ મનિષા ચંદ્રાની હાજરીમાં સમિક્ષા બેઠક યોજાઇ: નવખલી બંદરની લીધી મુલાકાત


SHARE







મોરબી જિલ્લાના પ્રભારી સચિવ મનિષા ચંદ્રાની હાજરીમાં સમિક્ષા બેઠક યોજાઇ: નવખલી બંદરની લીધી મુલાકાત

મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રાએ મોરબી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે દુશ્મન દેશના હુમલા કે યુદ્ધ સમયે સિવિલ ડિફેન્સની ૧૨ સેવાઓની સક્રિયતા અને સાધનોની સુનિશ્ચિતતા તથા જિલ્લામાં ચાલી રહેલ વિવિધ અભિયાન, વિકાસકામો અને યોજનાઓના અમલીકરણ અને સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.

બેઠક અન્વયે પ્રભારી સચિવશ્રી દ્વારા સુજલામ્ સુફલામ્ યોજના હેઠળ કેચ ધ રૈન સહિત થયેલા કામો, પીએમ કિસાન યોજના અન્વયે ફાર્મર રજીસ્ટ્રી, પાણી પુરવઠા વિભાગ હેઠળના પાણીના પ્રશ્નો, મચ્છુ-૨ ડેમના ગેટના રીપેરીંગની કામગીરી, NFSA યોજના હેઠળ ઈ-કેવાયસીની કામગીરી, કમોસમી વરસાદના પગલે થયેલ નુકસાન, પ્રિ-મોન્સુન કામગીરી અન્વયે વિવિધ તૈયારીઓ અને ગટર, પાણીના કુદરતી નિકાલ તેમજ રોડ સાઈડની સફાઈ વગેરેની સમીક્ષા કરવામાં આવી હતી.

વધુમાં મોકડ્રીલ તેમજ સિવિલ ડિફેન્સ અંતર્ગતની કામગીરી, મોકડ્રીલ દરમિયાન રિસ્પોન્સ ટાઈમ, હોટલાઈન તથા સેટેલાઈટ ફોન જેવા કોમ્યુનિકેશનના સાધનોની સક્રિયતા તેમજ સિવિલ ડિફેન્સની વિવિધ ૧૨ સેવાઓના નોડલની નિમણૂંક સહિતના મુદ્દાઓ અંગે પ્રભારી સચિવએ ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. ઉપરાંત તેમણે અધિકારીઓને કોઈપણ કામગીરીમાં ગુણવત્તાને વધુ મહત્વ આપી પરિણામલક્ષી કામગીરી કરવા તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, ડીડીઓ જે.એસ. પ્રજાપતિ, મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, એસપી રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા

મોરબી જીલ્લાના નવલખી પોર્ટની જીલ્લાના પ્રભારી સચિવ ડો.મનીષા ચંદ્રાએ મુલાકાત લીધેલ હતી ત્યારે કલેક્ટર, ડીડીઓ, એસપી સહિતના અધિકારી તેઓની સાથે રહ્યા હતા અને ખાસ કરીને નવલખી પોર્ટની સલામતી વ્યવસ્થાઓની સમીક્ષા પ્રભારી સચિવની હાજરીમાં કરવામાં આવી હતી






Latest News