મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

અધિકારીઓ ખોટી માહિતી આપીને ઉલ્લુ બનાવે, આવા અક્કલ વગરનાને કોણે ઇજનેર બનાવ્યા ?: મોરબીના ધારાસભ્યનો નર્મદાના ચિફ ઇજનેરને સવાલ


SHARE











મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ધ્રાંગધ્રા કેનાલને છેલ્લા એક દોઢ મહિનાથી રીપેરીંગ કામ કરવા માટે ખોદવામાં આવેલ છે જોકે ત્યારબાદ કોન્ટ્રાક્ટરે લેસ માત્ર કામગીરી કરેલ નથી જેથી કરીને મોરબીના ધારાસભ્ય આજે સ્થાનિક આગેવાનોને સાથે રાખીને કેનલ ઉપર ચાલતી કામગીરી જોવા માટે નીકળ્યા હતા ત્યારે સ્થળ ઉપરથી જ નર્મદા વિભાગના ચિફ ઇજનેરને ટેલીફોનિક તકડાવી નાખ્યા હતા અને કોન્ટ્રાક્ટર કામ કરતા નથી અને અધિકારીઓ ખોટી માહિતી આપેન ઉલ્લુ બનાવે છે આવા અક્કલ વગરના કોણે ઇજનેર થઇ ગયા છે. તેવુ ધારાસભ્યએ અધિક્ષકને ફોન ઉપર પુછ્યુ હતુ.

મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણ કેનાલો આવે છે અને તે ત્રણેય કેનાલ છેલ્લા બે મહિનાથી રીપેરીંગ કામ માટે  બંધ કરવામાં આવી છે જોકે હવે ખેડૂતોને સિંચાઈ માટે કેનાલમાં પાણી આપવું પડે તેમ છે જેથી આઠ દિવસ પહેલા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાની હેઠળ નર્મદા નિગમના અધિક્ષક ઇજનેર ની હાજરીમાં મોરબીના સર્કિટ હાઉસ ખાતે એક બેઠક યોજાઇ હતી જેમાં ખેડૂતો અને ખેડૂત આગેવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને સાંભળવામાં આવ્યા હતા અને ત્યારે આગામી 31 મે થી નર્મદાની કેનાલમાં પાણી છોડવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો જોકે હાલમાં રીપેરીંગ કામ કરવા માટે થઈને જે કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું છે તેના દ્વારા ગોકળગતીએ કામગીરી કરવામાં આવી રહી છે જેથી 31 મે પહેલા કામગીરી પૂર્ણ થાય તેવું હાલમાં દેખાતું નથી

દરમિયાન મોરબીના ધારાસભ્ય કાંતિભાઇ અમૃતા આજે નર્મદાની ધ્રાંગધ્રા કેનાલ જે સાદુળકા ગામ સુધી આવે છે ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા કેવી કામગીરી કરવામાં આવી છે તે જોવા માટે થઈને સ્થાનિક આગેવાનોને સાથે રાખીને પહોંચ્યા હતા અને ત્યારે કેનાલના રીપેરીંગ કામ માટે ખોદકામ કર્યુ હતુ તેનો બાંધકામ વેસ્ટ કેનાલમાં પડ્યો હતો તથા દોઢ મહિનાથી કેનાલને ખોદીને મૂકી દેવામાં આવી છે જોકે ત્યારબાદ આગળની લેસ માત્ર કામગીરી કરવામાં આવી નથી ! જેથી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ નર્મદા નિગમના અધિક્ષક ઇજનેરને સ્થળ ઉપરથી જ ફોન કર્યો હતો અને જવાબદાર અધિકારીઓ ખોટું બોલીને ઉલ્લુ બનાવે છે અને કોન્ટ્રાક્ટર કામ કરતા નથી તેમ કહીને ચિફ ઇજનેરને સ્થળ ઉપર તપાસમાં જવાની સૂચના આપી હતી.

વધુમાં ધારાસભ્યએ કહ્યુ હતું કે, કોન્ટ્રાક્ટરને અધિકારી દ્વારા હાલમાં કેનાલની અંદર જે તોડીને બાંધકામ વેસ્ટ નાખવામાં આવ્યો છે તેને બહાર કાઢવામાં આવ્યો નથી. જો આ પરિસ્થિતિમાં કેનાલની અંદર પાણી છોડવામાં આવે તો તે પાણી સીધું જ કેનાલના સાઇફનમાં ભરાઇ અને ત્યારબાદ પાણી રોકાઈ જવાના કારણે કેનાલ ઉપર જોખમ ઉભો થાય તેવી પણ પરિસ્થિતિ નિર્માણ થાય તો તેના માટે જવાબદાર કોણ ?, આ રીતે કેનાલ ખોદીને તમે લોકોએ બગાડ્યુ છે આવા અક્કલ વગરના કોણ ઇજનેર થઇ ગયા છે ? હાલમાં કેનાલનું કામ સમયસર પુરુ થાય તેવુ દેખાઈ રહ્યું નથી જેથી અને સ્થળ તપાસ કરવા માટે ચિફ ઇજનેરને કડક ભાષામાં સૂચના આપી છે.






Latest News