મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક ચાલતી બાંધકામ સાઇટ પાસે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવાન સારવારમાં


SHARE







મોરબી નજીક ચાલતી બાંધકામ સાઇટ પાસે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવાન સારવારમાં

મોરબીના માળીયા હાઇવે પાસે પેટ્રોલ પંપની બાજુમાં બાંધકામ ચાલી રહ્યું હતું ત્યાં યુવાનને ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તે યુવાનને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં કાવેરી સિરામિકની બાજુમાં આવેલ બીપીસી ના પેટ્રોલ પંપ પાસે બાંધકામ ચાલી રહ્યું છે અને તે બાંધકામની સાઈટ ઉપર વિરાણી હાજીભાઈ વલ્લીભાઈ (45) નામનો યુવાન કામ કરી રહ્યો હતો તેવામાં તેને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં અરવિંદભાઇ  સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે વિરાણી હાજીભાઈ વલ્લીભાઈ ત્યાં સુપરવાઇઝર તરીકે કામ કરતાં હતા અને તેને શોર્ટ લાગતાં તે હાલમાં સારવાર હેઠળ છે.

બાળક સારવારમાં

જામનગરના પુનિતનગર ખાતે રહેતા જાડેજા અરવિંદસિંહનો દીકરો જાડેજા જયવિરસિંહ (13) રંગપર મોરબી રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થતા અકસ્માત થયો હતો જેમાં બાળકને ઈજા થયેલ હોવાથી ઇજા પામેલા બાળકને સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબીમાં રામકૃષ્ણનગરમાં આવેલ કુળદેવી પાન પાસે માફાતિયાપરા વિસ્તારમાં રહેતા સીમાબેન કૈલાશભાઈ (25) નામની મહિલાને મારામારીના બનાવમાં ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News