મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાવાણિયા ગામે પરિણીતાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE







માળીયા (મી)ના વાવાણિયા ગામે પરિણીતાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

માળીયા મિયાણાં તાલુકાના વાવાણિયા ગામે રહેતી પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે તાલુકાના વાવાણિયા ગામે રહેતા અરવિંદભાઈ મોરવાડિયાના પત્ની સોનલબેન (32)એ પોતે પોતાના ઘરે કોઈ કારણોસર પોતાની જાતે ગળાફાંસો ખાઈ લેતા તેને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીના રાજપર રોડ ઉપર રાધે પોલીમર્સની સામેના ભાગમાં રહેતા નિલેશભાઈ અમરદાસ (30) નામના યુવાનને રાજપર ચોકડી પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

રિક્ષામાંથી પડી જતાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા અબ્દુલભાઈ હાજીભાઈ (67) નામના વૃદ્ધ રિક્ષામાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે રિક્ષામાંથી કોઈ કારણસર તે પડી જતા તેને ડાબા ખભામાં ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબી લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News