મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં અગાઉ સગીરાનું અપહરણ કરનાર શખ્સે ફરિયાદ પાછી ખેંચી લેવા જૂના ફોટો વાઇરલ કરવાની આપી ધમકી


SHARE













મોરબીમાં અગાઉ સગીરાનું અપહરણ કરનાર શખ્સે ફરિયાદ પાછી ખેંચી લેવા જૂના ફોટો વાઇરલ કરવાની આપી ધમકી

મોરબી શહેરમાં રહેતા પરિવારની સગીરાનું અગાઉ અપહરણ કરવામાં આવ્યું હતું જેની અગાઉ ફરિયાદ નોંધાઈ હતી તે ફરિયાદ પાછી ખેંચી લેવા માટે થઈને તે સગીરાના ઇન્સ્ટગ્રામ આઈડી ઉપર ઈમોશનલ કરવા ઈમોજીસ ચિત્ર મૂક્યા હતા અને સગીરાની સગાઈ થયેલ હોય સગાઈ તોડી નાખવા માટે અગાઉ પડેલા ફોટા ઈરાદાપૂર્વક વાઇરલ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી જેથી હાલમાં સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અગાઉ મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગરમાં રહેતા ઈરફાન અલીભાઈ માણેક નામના શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને તે ફરિયાદ પાછી ખેંચી લેવા માટે થઈને ફરિયાદીની સગીર વયની દીકરીનું ઇન્સ્ટાગ્રામ આઈડી મેળવીને ફરિયાદીની દીકરીને ઈમોશનલ કરવા માટે ઈમોજી ચિત્ર મૂકવામાં આવ્યું હતું અને સગીરાની સગાઈ થઈ ગયેલ હોય તે સગાઈ તોડી નાખવા અગાઉ પાડેલ ફોટો ઇરાદાપૂર્વક જાણી જોઈને વાયરલ કરવા માટેની આરોપી ઇરફાન માણેક દ્વારા ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ સગીરાની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મહિલા સારવારમાં

મોરબીમાં વિજય ટોકીઝ પાસે રહેતા અંજુબેન મદનમોહન (37) નામના મહિલા કારમાં બેસીને વાંકાનેર નજીક ચંદ્રપુર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હતો જેમાં મહિલાને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબી નજીકના ધરમપુર ગામે રહેતા રમેશભાઈ સુરેશભાઈ ભરવાડ (27) નામના યુવાનને ટિંબડી  ગામ પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News