મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા રાહદારીઓ માટે લીંબુ-વરિયાળીના સરબતનું વિતરણ


SHARE







મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા રાહદારીઓ માટે લીંબુ-વરિયાળીના સરબતનું વિતરણ

મોરબીમાં તમામ જન સમુદાયના હિતમાં કાર્ય કરતા યંગ ઇન્ડિયા ગ્રુપે આવી કાળઝાળ ગરમીમાં લોકોની વહારે આવી શહેરના વિવિધ સ્થળે હેલ્ધી લીબુ સરબત અને વરિયાળી સરબત વિતરણ કરવામાં આવ્યું હતું.

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા હાલના ઉનાળાના બળબળતા તાપ સામે લોકોના આરોગ્યના હિત માટે ઠંડા લીંબુ સરબત અને વરિયાળી સરબતનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ સભ્યોએ ઉમિયા સર્કલ, રવાપર ચોકડી, ગાંધીચોક, જુના અને નવા બસ સ્ટેન્ડે, દલવાડી સર્કલ, સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ, ત્રાજપર ચોકડીએ પસાર થતા અસંખ્ય લોકોને ઠંડા લીંબુ સરબત અને વરિયાળી સરબત પીવડાવી આગઝરતી ગરમીમાં રાહત આપી હતી. વધુમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર ડો.દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે,  ગરમીએ લોકોને તોબા પોકરાવી દીધા છે. ત્યારે ખુલ્લામાં મજૂરી કામ કરતા શ્રમિકોના આરોગ્ય માટે ઠંડા લીંબુ સરબત અને વરિયાળી સરબત એકદમ રાહતરૂપ છે. એટલે જ્યાં સુધી આવી સખત ગરમી પડે છે ત્યાં સુધી યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ઠંડા લીંબુ સરબત અને વરિયાળી સરબતનું વિતરણ કરવામાં આવશે.






Latest News